Not Set/ ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા જ ટૂંક સમયમાં નંબર પ્લેટ સાથે કાર અપાશે : નીતિન ગડકરી

દિલ્લી આવનારા દિવસોમાં નવી કાર ખરીદનારા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ ખુશીના સંકેત આપ્યા છે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “આગામી મહિનાઓમાં કંપનીના સિક્યુરીટી ફિચર્સમાં ફેરફાર કરવામાં આવશે. ઓટોમોબાઈલ કંપનીઓ જ ટૂંક સમયમાં નંબર પ્લેટ સાથે કાર આપશે અને આ માટે ગ્રાહકોએ અલગથી પૈસા પણ આપવા […]

India
હેફ્જ્હ્જfh ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા જ ટૂંક સમયમાં નંબર પ્લેટ સાથે કાર અપાશે : નીતિન ગડકરી

દિલ્લી

આવનારા દિવસોમાં નવી કાર ખરીદનારા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ ખુશીના સંકેત આપ્યા છે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “આગામી મહિનાઓમાં કંપનીના સિક્યુરીટી ફિચર્સમાં ફેરફાર કરવામાં આવશે. ઓટોમોબાઈલ કંપનીઓ જ ટૂંક સમયમાં નંબર પ્લેટ સાથે કાર આપશે અને આ માટે ગ્રાહકોએ અલગથી પૈસા પણ આપવા નહી પડે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ કાર માલિકોની નંબર પ્લેટ એકસરખી રાખવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

લોકોની સુરક્ષા અંગે જણાવતા નીતિન ગડકરીએ કહ્યું, “લોકીની સુરક્ષા સાથે કોઈ સમજુતી કરવામાં આવશે નહીં. કારનું ઇકોનોમિક મોડેલ હોય કે લકઝરી, આ નિયમ તમામ માટે એકસમાન લાગુ કરવામાં આવશે”.

મહત્વનું છે કે, તાજેતરમાં નવી કારોમાં નંબર પ્લેટ લગાવવામાં આવતી નથી. કાર ખરીદ્યા પછી નંબર પ્લેટ ખરીદીને લગાવવામાં આવતી હોય છે. વાહનોની નંબર પ્લેટ હાલમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ નિર્ધારિત એજન્સીઓ પાસેથી ખરીદવામાં આવે છે. નંબર પ્લેટ મંજુર કરવાનું કામ જિલ્લા લેવલ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) દ્વારા કરવામાં આવતું હોય છે.

સરકાર દ્વાર તમામ કાર નિર્માતા કંપનીઓને ગાડીઓમાં નવા સિક્યુરીટી ફિચર્સ લાવવા માટે પણ આદેશ આપ્યા છે. આ ઉપરાંત જુલાઈ,૨૦૧૯ પછી કારોના દરેક મોડેલમાં ઓછામાં ઓછા ડ્રાઈવર સીટ પર એરબેગની સુવિધા હશે તેમજ કારમાં ૮૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડ હોવા અંગે સિક્યોરિટી એલર્ટનું સિસ્ટમ હશે તેમજ સીટ બેલ્ટ ન લગાવવા પર પણ એલર્ટની સુવિધા થશે.