નવી દિલ્હી,
રાજધાની દિલ્હીમાંથી ધોળા દિવસે એક એવી સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં શુક્રવાર બપોરે હથિયારધારી લુંટારાઓએ કોર્પોરેશન બેન્કની એક બ્રાંચને નિશાન બનાવી હતી અને અંદર ઘૂસીને લાખો રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા.
જો કે આ દરમિયાન જયારે બેંકના કેશિયરે રૂપિયા આપવા માટે આનાકાની કરી હતી, ત્યારે તેઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
#WATCH: CCTV footage of a corporation bank being robbed in Delhi's Khaira yesterday by armed assailants. Cashier was shot dead. Investigation underway. pic.twitter.com/4XSz1JX8AF
— ANI (@ANI) October 13, 2018
મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના રાજધાની દિલ્હીના છાવલા વિસ્તારની બતાવવમાં આવી રહી છે, જ્યાં શુક્રવાર બપોરે ૩ વાગ્યે કોર્પોરેશન બેન્કની એક બ્રાંચમાં લુંટારાઓએ લૂંટ ચલાવી હતી અને આ દરમિયાન તેઓ ૩ લાખ રૂપિયાથી લઈ ૧૦ લાખ રૂપિયા સુધીની રકમ લૂંટી ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, હથિયારધારી લુંટારાઓ બેંકમાં ધુસીને કેવી રીતે લુંટ ચલાવી રહ્યા છે.
સૌથી પહેલા તેઓ બેંકમાં બંદૂક સાથે બેંકમાં ઘૂસવાની તૈયારી કરે છે, ત્યારે ગાર્ડ દ્વારા તેઓને રોકવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પણ તેઓ બંદૂકની અણીએ બેંકમાં ઉપસ્થિત સ્ટાફ અને અન્ય લોકો સાથે ઝપાઝપી કરે છે અને લૂંટ ચલાવે છે.
