Not Set/ ભાજપે શરુ કરી લોકસભા 2019ની તૈયારી : આ માધ્યમો પર કરશે કિલ્લેબંદી…

નવી દિલ્હી આગામી વર્ષે યોજાવા જઈ રહેલ લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૂચના પ્રૌદ્યોગિક પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર વિપક્ષના હુમલાનો જવાબ આપવા માટે કિલ્લેબંદી કરી છે. પાર્ટીની સાઈબર સેના દરેક મતદાન કેન્દ્ર પર પાંચ લોકો સુધી પકડ બનાવીને વિપક્ષના દુષ્પર્ચાર વિરુદ્ધ ભાજપની ઉપલબ્ધીઓની તથ્યાત્મક તસ્વીર રજુ કરશે. ભાજપના એક વરીષ્ઠ પદાધિકારીએ જણાવ્યુ કે, આજના […]

India
india elections ba697cec 3ca6 11e8 bac8 9a0e74ac6915 ભાજપે શરુ કરી લોકસભા 2019ની તૈયારી : આ માધ્યમો પર કરશે કિલ્લેબંદી...
નવી દિલ્હી
આગામી વર્ષે યોજાવા જઈ રહેલ લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૂચના પ્રૌદ્યોગિક પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર વિપક્ષના હુમલાનો જવાબ આપવા માટે કિલ્લેબંદી કરી છે. પાર્ટીની સાઈબર સેના દરેક મતદાન કેન્દ્ર પર પાંચ લોકો સુધી પકડ બનાવીને વિપક્ષના દુષ્પર્ચાર વિરુદ્ધ ભાજપની ઉપલબ્ધીઓની તથ્યાત્મક તસ્વીર રજુ કરશે.
s8h2v90g amit shah pti 625x300 13 July 18 e1531755465809 ભાજપે શરુ કરી લોકસભા 2019ની તૈયારી : આ માધ્યમો પર કરશે કિલ્લેબંદી...
ભાજપના એક વરીષ્ઠ પદાધિકારીએ જણાવ્યુ કે, આજના સૂચના ક્રાંતિના યુગમાં સૂચના પ્રૌદ્યોગિકી પ્લેટફોર્મ, સોશિયલ મીડિયાનો પ્રભાવ કોઈનાથી છુપો નથી. આગામી ચુંટણીમાં ઘણી સંખ્યામાં યુવાઓ પ્રથમ વખત વોટ નાંખશે. દેશના અંતરીયાળના વિસ્તારોમાં પણ લોકો સોશિયલ મીડિયા તરફ આકર્ષાયા છે અને તે સાથે જાડાયા છે.
તેમણે જણાવ્યુ કે, એવામાં પાર્ટી દેશના ખૂણે ખૂણે સુચના પ્રૌદ્યોગિક પ્લેટફોર્મ ના માધ્યમથી જન જન સુધી સરકારના કાર્યોની યોગ્ય જાણકારી પહોંચાડશે.
PM Modi in Azamgarh e1531755489130 ભાજપે શરુ કરી લોકસભા 2019ની તૈયારી : આ માધ્યમો પર કરશે કિલ્લેબંદી...
ભાજપની સાયબર સેના વિપક્ષી દળોના આરોપોનો જવાબ આપવા માટે વિશેષરુપથી કામ કરી રહી છે. આ માટે જુદા જુદા વિષયો પર ડેટા બેંક તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી આરોપોનો જવાબ તથ્ય અને આંકડાઓ સાથે આપી શકાય. પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ ત્રણ સ્તરો પર કામ કરી રહી છે. એક સમૂહ પ્રિંટ મીડિયા પર ધ્યાન આપશે અને ભાજપ સામે પ્રચાર પર નજર રાખશે.