Politics/ ‘છોકરીઓએ રાહુલથી દૂર રહેવું જોઈએ કારણ કે તે હજી અપરિણીત છે’, કોણે આપ્યું આ નિવેદન?

કેરળમાં ચૂંટણી હલચલ વચ્ચે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઇડુક્કીનાં પૂર્વ સાંસદ જોયસ જ્યોર્જે વિવાદિત નિવેદન આપ્યું છે.

Top Stories India
asd 12 'છોકરીઓએ રાહુલથી દૂર રહેવું જોઈએ કારણ કે તે હજી અપરિણીત છે', કોણે આપ્યું આ નિવેદન?

કેરળમાં ચૂંટણી હલચલ વચ્ચે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઇડુક્કીનાં પૂર્વ સાંસદ જોયસ જ્યોર્જે વિવાદિત નિવેદન આપ્યું છે. ચૂંટણી સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, છોકરીઓએ રાહુલ ગાંધીથી દૂર રહેવું જોઈએ, કેમ કે તે હજી અપરિણીત છે.

asd 14 'છોકરીઓએ રાહુલથી દૂર રહેવું જોઈએ કારણ કે તે હજી અપરિણીત છે', કોણે આપ્યું આ નિવેદન?

નહીં સુધરે / પાકિસ્તાનમાં લગભગ 100 વર્ષ જુના મંદિર પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

પૂર્વ સાંસદ જોયસ જ્યોર્જે આ નિવેદન રાજ્ય સરકારનાં પ્રધાન અને સીપીએમ નેતા એમએમ મણી માટે પ્રચાર કરતી વખતે આપ્યું હતું. તેમણે સંબોધન દરમિયાન કહ્યું હતું કે રાહુલ ગાંધી હજી અપરિણીત છે અને તેઓ માત્ર ગર્લ્સ કોલેજમાં ચર્ચા કરવા જાય છે. જ્યોર્જે કહ્યું કે, રાહુલ ગાંધી મુશ્કેલીઓ પેદા કરી શકે છે અને છોકરીઓએ તેમનાથી ડરવું જોઈએ. જ્યારે જોયસ જ્યોર્જ આ નિવેદન આપી રહ્યું હતા, ત્યારે કેરળ સરકારનાં ઉર્જા પ્રધાન, મણિ પણ સ્ટેજ પર બેઠા હતા, ત્યારે આ નિવેદન દરમિયાન મણિ પણ હસતા દેખાયા હતા. હવે આ નિવેદન બાદ કોંગ્રેસ રોષે ભરાઈ ગઈ છે અને ચૂંટણી પંચમાં ઉમેદવાર સામે ફરિયાદ કરવાની વાત કરી રહી છે. આપને જણાવી દઈએ કે, જ્યોર્જ જોયસે 2014 માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી હતી. પરંતુ 2019 ની ચૂંટણીમાં તેને કોંગ્રેસનાં ડીન કુરીકોસે ઇડુક્કી બેઠક પરથી પરાજિત કર્યો હતો. કુકીકોસે કહ્યું કે અમે આ નિવેદનની વિરુદ્ધ ફરિયાદ કરીશું.

asd 13 'છોકરીઓએ રાહુલથી દૂર રહેવું જોઈએ કારણ કે તે હજી અપરિણીત છે', કોણે આપ્યું આ નિવેદન?

OMG! / મહિલાને હતી કફની સમસ્યા, તપાસ કરી તો ફેંફસામાંથી નિકળ્યું કોન્ડોમ

કેરળ કોંગ્રેસે જોયસનાં નિવેદનને મહિલા વિરોધી ગણાવ્યું છે. સાથે એમ પણ કહ્યું કે, આવા નિવેદનોથી સ્પષ્ટ છે કે સીપીએમ હવે રાજ્યમાં ચૂંટણી હારી જશે. આ સિવાય કોંગ્રેસનાં નેતાએ પણ આ નિવેદન પર સીતારામ યેચુરી અને મુખ્યમંત્રી પિનરાય વિજયન પર નિશાન સાધ્યું છે. કેરળની વિધાનસભામાં 141 બેઠકો છે, જેમાંથી 140 ચૂંટાયેલી છે અને એક બેઠક નામાંકિત છે. એક તબક્કામાં કેરળની 140 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે અને રાજ્યની તમામ બેઠકો પર 6 એપ્રિલનાં રોજ મતદાન યોજાશે. 2 મે નાં રોજ મત ગણતરી કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ