Not Set/ હવે થી એરપોર્ટ પર કોરોનાના નિયમો તોડ્યા છે તો આવી જ બન્યું સમજો

નાગરિક ઉડ્ડયન કચેરીએ ચેતવણી આપી છે કે, જો એરપોર્ટ પર કોરોના નિયમોનું ઉલ્લંઘન કરનાર પકડાશે તો દંડ ફટકારવામાં આવી શકે છે.

Top Stories India
section 144 3 હવે થી એરપોર્ટ પર કોરોનાના નિયમો તોડ્યા છે તો આવી જ બન્યું સમજો

નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા હવે કોરોનાને લઇને કેટલાક સખ્ત નિયમો બનાવવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન કચેરીએ ચેતવણી આપી છે કે, જો એરપોર્ટ પર કોરોના નિયમોનું ઉલ્લંઘન કરનાર પકડાશે તો દંડ ફટકારવામાં આવી શકે છે.

દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરીક ઉડ્યન વિભાગ દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ઘટાડવા માટે નક્કર પગલા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) પણ કોરોના નિવારણને લઈને કડક બન્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો એરપોર્ટ પર કોરોના નિયમોનું ઉલ્લંઘન કરનાર ઝડપાશે તો તેને તાત્કાલિક દંડ ફટકારી શકાય છે.

સિવિલ એવિએશનના ડાયરેક્ટોરેટ જનરલને કહ્યું છે કે કેટલાક એરપોર્ટ્સ પર કોરોના નિયમોનું યોગ્ય પાલન ન થવાના પગલે ડીજીસીએ આ પગલું લઈ શકે છે. ડીજીસીએએ એરલાઇન્સને એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે તેઓ તેમના મુસાફરોને વિમાનમથકો પર ફેસ માસ્ક પહેરવા અને સોશિયલ ડીસટન્સ ને અનુસરવાની વિનંતી કરે.

 

નાગરિક ઉડ્ડયન નિયામક જનરલ દ્વારા બનાવેલા નિયમો-

  • જો કોઈ મુસાફર ફ્લાઇટના ઉડ્યન પહેલા કહે છે કે તે કોરોન ગાઇડલાઇન્સનું પાલન કરશે નહીં, તો તેને વિમાનમાંથી ઉતારી દેવો જોઈએ.
  • જો કોઈ મુસાફરો વારંવાર ચેતવણીઓ પછી પણ માસ્ક પહેરે નહીં અથવા કોવિડ -19 પ્રોટોકોલનું પાલન ન કરે, તો તે ‘અનિયંત્રિત મુસાફરો’ માનવામાં આવે છે અને સંબંધિત એર લાઇનને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
  • અનિયંત્રિત મુસાફરોને પાઠ ભણાવવા માટે નાગરિક ઉડ્ડયન વિભાગે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાં જો કોઈ મુસાફર અપમાનજનક ભાષા વાપરે છે, તો તેને ત્રણ મહિના માટે ઉડાન પર પ્રતિબંધ લગાવી શકાય છે.
  • જો કોઈ મુસાફર ક્રૂ સભ્ય પર હુમલો કરે છે, તો તેને છ મહિના માટે ઉડાન પર પ્રતિબંધ લગાવી શકાય છે. જો તે જીવનને જોખમમાં મૂકે છે, તો તેના પર બે વર્ષ કે તેથી વધુ સમય માટે હવાઇ મુસાફરી પર પ્રતિબંધ મૂકી શકાય છે.
  • આ ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરવું જરૂરી છે.
  • એરપોર્ટમાં પ્રવેશતા પહેલા તમામ મુસાફરોના તાપમાનની તપાસ પણ કરવામાં આવશે.
  • બોર્ડિંગ પાસ વિના મુસાફરોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • માસ્ક હંમેશાં યોગ્ય રીતે પહેરવા જોઈએ.
  • ઘણા રાજ્યોમાં તમારે આરટીપીસીઆર પરીક્ષણની જાણ પણ કરવી પડશે.
  • વિમાન માંથી ઉતરવા માટે જયારે તમારી લાઇનની જાહેરાત કરવામાં આવે ત્યારે જ તમે જગ્યા ઉપરથી ઉભા થઇ શકશો