Not Set/ પંજાબના મુખ્યમંત્રીએ વીજળી બિલ માફની જાહેરાત કરીને આમ આદમી પાર્ટીને આપ્યો ઝટકો

સીએમ ચન્નીએ જાહેરાત કરી કે રાજ્યમાં 1200 કરોડના બાકી વીજળીના બિલ માફ કરવામાં આવ્યા છે, સરકાર આ પૈસા પોતાના ખિસ્સામાંથી વીજ કંપનીઓને આપશે

Top Stories
મપગલલગ પંજાબના મુખ્યમંત્રીએ વીજળી બિલ માફની જાહેરાત કરીને આમ આદમી પાર્ટીને આપ્યો ઝટકો

પંજાબ વિધાનસભા ચૂંટણી  પહેલા સીએમ ચરણજીત સિંહ ચન્નીએ આમ આદમી પાર્ટી (આપ) ને મોટો ઝટકો આપ્યો છે.  આમ આદમી પાર્ટીએ ‘વીજળીના બિલ’ પર વચન આપ્યું હતું, જે સામાન્ય લોકોની દુખતી નસ છે.પરતું  હવે વીજળીના બિલ પર જ સીએમ ચરણજીત સિંહ ચન્નીએ મોટી જાહેરાત કરી છે.આ જાહેરાતથી આમ આદમી પાર્ટીનો મહત્વના મુદ્દા પર પાણી રેડી દીધું છે.

સીએમ ચરણજીત સિંહ ચન્નીએ જાહેરાત કરી કે રાજ્યમાં 1200 કરોડના બાકી વીજળીના બિલ માફ કરવામાં આવી રહ્યા છે. પંજાબ સરકાર આ પૈસા પોતાના ખિસ્સામાંથી વીજ કંપનીઓને આપશે. સીએમ ચન્નીએ કહ્યું કે સરકારના આ નિર્ણયથી પંજાબના 53 લાખ પરિવારોને લાભ થશે. કહેવામાં આવ્યું હતું કે 2kw સુધીના વીજળી મીટરનો ઉપયોગ કરનારાઓના બાકી વીજળીના બિલ માફ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં જ નહી પણ કપાયેલા વીજ જોડાણો પણ પુન જોડાણ કરવામાં આવશે.

પંજાબ સહિત અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાએ ઘણા પ્રસંગોએ કહ્યું કે દિલ્હીની જેમ જો આ રાજ્યોમાં પણ સરકાર બનશે તો આપ મફતમાં વીજળી આપશે. આપના આ વચને પંજાબના મુખ્યમંત્રીએ હાંસિયામાં ધકેલી દીધો છે.

બુધવારે પત્રકાર પરિષદમાં સીએમ ચન્નીએ કહ્યું કે, ‘જેમના વીજ જોડાણો બીલ ન ભરવાને કારણે કાપી નાખવામાં આવ્યા છે અને જેઓ ગરીબ છે, બે કિલોવોટ સુધીના ગ્રાહક છે, તેમના અગાઉના બિલ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.’ મુખ્યમંત્રીએ કહ્યું કે જેમના જોડાણો ડિફોલ્ટર હોવાના કારણે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા હતા, તેમના બિલ પંજાબ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ બે દિવસના પ્રવાસ પર પંજાબમાં છે. આપનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી ત્યાં ઘણી મહત્વની જાહેરાત કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદ કેજરીવાલ 29 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યે લુધિયાણામાં હશે.  તે ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગના લોકો સાથે બેઠક કરશે. આ પછી, 30 સપ્ટેમ્બર, સવારે 11 વાગ્યે, તે બીજું ગેરંટી કાર્ડ લોન્ચ કરશે.