Not Set/ દિલ્હી સરકારમાં મંત્રીના આવાસ પર CBIએ પાડ્યા દરોડા, કેજરીવાલે પૂછ્યું, પીએમ મોદી શું ઈચ્છે છે ?

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકારના પીડબલ્યુડી વિભાગમાં ક્રિએટીવ ટીમ બનાવવા મામલે CBIએ એક કેસ દાખલ કર્યો છે અને મંત્રી સત્યેન્દ્ર જૈનના આવાસ પર દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, “સત્યેન્દ્ર જૈનના ઘર સહિત છ જગ્યાઓ પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. CBI registers a case against Delhi Minister Satyendar Jain, SK Srivastava, then […]

India
satyendra jain દિલ્હી સરકારમાં મંત્રીના આવાસ પર CBIએ પાડ્યા દરોડા, કેજરીવાલે પૂછ્યું, પીએમ મોદી શું ઈચ્છે છે ?

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકારના પીડબલ્યુડી વિભાગમાં ક્રિએટીવ ટીમ બનાવવા મામલે CBIએ એક કેસ દાખલ કર્યો છે અને મંત્રી સત્યેન્દ્ર જૈનના આવાસ પર દરોડા પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, “સત્યેન્દ્ર જૈનના ઘર સહિત છ જગ્યાઓ પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

સત્યેન્દ્ર જૈન પર આરોપ મુકવામાં આવી રહ્યો છે કે, અનુભવહીન લોકોને યોગ્ય લાયકાત વાળા બતાવીને પીડબલ્યુડીની ક્રિએટીવ ટીમમાં લેવામાં આવ્યા હતા. આ ટીમમાં લગભગ ૨ ડઝન લોકોને, અનુમતી લીધા વિના મોટી રકમનો પગાર આપવામાં આવ્યો હતો, જેના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. સાથે સાથે તેઓને એલજી પાસેથી પણ આ ટીમ બનાવવાની અનુમતિ લેવામાં આવી ન હતી.

સવારે ૭:૪૦ વાગ્યે સત્યેન્દ્ર જૈનના સરકારી નિવાસ ૮ રાજનીવાસ માર્ગ પર CBIના ૮ લોકોની ટીમ પહોચી હતી.

આ પહેલા ગઈકાલે સામે આવ્યું હતું કે, CBI દ્વારા સત્યેન્દ્ર જૈનની દીકરી સૌમ્યા જૈન વિરુદ્ધના કેસ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. નોધનીય છે કે, સૌમ્યા જૈનને “મહોલ્લા કલીનીક” માટે સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ વિવાદ થવાથી તેઓએ રાજીનામું આપી દીધું હતું.

આ પહેલા સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન પર હવાલા દ્વારા બ્લેક મની ને વ્હાઈટ કરવાના મામલાની તપાસ ચાલી રહી છે.

ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે, “સત્યેન્દ્ર જૈનના ઘરે સવારે સીબીઆઈની રેડ ચાલી રહી છે. આરોપ છે કે એમણે સ્કુલ, મહોલ્લા કલીનીક વગેરેની ડીઝાઇન માટે ક્રિએટીવ ડીઝાઈનર ટીમની સેવાઓ લીધી હતી.

ઉલ્લેખનીય છે એ, પૂર્વ એલજી નજીબ જંગે તેઓનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ આ મામલો સીબીઆઇને સોંપ્યો હતો.

સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરીને કહ્યું કે, “સીબીઆઇએ મારા ઘરે દરોડા પાડ્યા છે. પ્રોફેશનલ્સ અલગ-અલગ પ્રોજેક્ટ માટે હાયર કરવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા બધાને છોડવા પર મજબુર કરવામાં આવ્યા.

ત્યારબાદ મંત્રી સત્યેન્દ્ર જૈનના ટ્વીટને રીટ્વીટ કરતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે “પીએમ મોદી શું ચાહે છે ? ”

મહત્વનું છે કે, સત્યેન્દ્ર જૈન દિલ્હીની કેજરીવાલ સરકારમાં કેબીનેટ મંત્રી છે. જૈન પાસે સ્વાસ્થ્ય, ઉદ્યોગ, ગૃહ, પીડબલ્યુડી, ઉર્જા, શહેરી વિકાસ અને પરિવહન મંત્રાલયની પણ જવાબદારી છે.

આ પહેલાથી જ ઇડી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય અને ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈન પૂછપરછ કરી ચુકી છે. ઇડીએ આ પહેલા ત્રણ એપ્રિલે ગેરકાયદેસર આવકના મામલામાં પણ જૈનની પાંચ કલાક પૂછપરછ કરીને એમનું નિવેદન નોંધ્યું હતું.