postphone/ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી મોકૂફ,16 સપ્ટેમ્બરે 75 રૂપિયાની ટિકિટ નહીં મળે,હવે આ તારીખે તમે જાેઇ શકશો!,જાણો

રાષ્ટ્રીય સિનેમા દિવસને મોકૂફ રાખવામાં આવ્યો છે. વધુમાં વધુ મલ્ટિપ્લેક્સ ચેઇન્સે આમાં ભાગ લેવો જોઇએ, આ અંગે પણ બાબતો નક્કી કરવામાં આવી છે

Top Stories Entertainment
2 25 રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી મોકૂફ,16 સપ્ટેમ્બરે 75 રૂપિયાની ટિકિટ નહીં મળે,હવે આ તારીખે તમે જાેઇ શકશો!,જાણો

રાષ્ટ્રીય સિનેમા દિવસ 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવવાનો હતો પરતું હવે તેને મોકૂફ રાખવામાં આવ્યો છે, જો તમે 16 સપ્ટેમ્બરે ફિલ્મ 75 રૂપિયામાં  જોવાનું વિચારતા હોય તો માંડી વાળજો કારણ કે હવે આ દિવસની ઉજવણી કેન્સલ કરી દેવામાં આવી છે અન્ય તારીખ એટલે કે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ અંગેની જાહેરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ એક નોટ જારી કરી છે, કારણ કે હાલ બ્રહ્માસ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

નોંધનીય છે કે રાષ્ટ્રીય સિનેમા દિવસને મોકૂફ રાખવામાં આવ્યો છે. વધુમાં વધુ મલ્ટિપ્લેક્સ ચેઇન્સે આમાં ભાગ લેવો જોઇએ, આ અંગે પણ બાબતો નક્કી કરવામાં આવી છે. જો જોવામાં આવે તો ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થયા બાદ ફરી એકવાર થિયેટરોમાં ભીડ પાછી ફરી રહી છે. થિયેટર માલિકો તેમનો હિસ્સો વધારવા માંગે છે, તેથી તેઓએ રાષ્ટ્રીય સિનેમા દિવસ મુલતવી રાખવા વિનંતી કરી છે. લાંબા સમય બાદ દર્શકો થિયેટરોમાં પરત ફર્યા છે. તેથી, હવે 23 સપ્ટેમ્બરે આ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવશે.

 

 

PVR, INOX, કાર્નિવલ, Cinepolis, Mirage, Citypride, Asian, Mukta A2, Wave, Movietime, M2K, ડિલાઇટ અને ઘણા વધુ થિયેટરો સહિતની સિનેમા ચેઇન્સ રાષ્ટ્રીય સિનેમા દિવસ પર રૂ. 75 ની ટિકિટ ઓફર કરવા જઇ રહી છે. નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી જ્યાં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખોટનો સામનો કરી રહી હતી ત્યાં ‘બ્રહ્માસ્ત્ર’ દરેક માટે આશા લઈને આવ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી વૈશ્વિક સ્તરે કંઈક સારું કરી રહી છે. જો કે, ‘KGF: Chapter 2’ અને ‘RRR’ એ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સિનેમામાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. આમાં હોલીવુડની કેટલીક ફિલ્મો પણ સામેલ છે.