Not Set/ દેશની સેનાનું મનોબળ તોડવું એ જ કોંગ્રેસનું કામ છે : રવિશંકર પ્રસાદ

આજથી લગભગ ૨૧ મહિના પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે હવે સેનાના આ ખાસ ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરાઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સેનાના પરાક્રમનું રાજનૈતિક ફાયદા માટે ઉપયોગ કરવાની કોશિશ કરાઈ રહી છે, એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે […]

Top Stories India Trending
bjp દેશની સેનાનું મનોબળ તોડવું એ જ કોંગ્રેસનું કામ છે : રવિશંકર પ્રસાદ

આજથી લગભગ ૨૧ મહિના પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે હવે સેનાના આ ખાસ ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરાઈ રહ્યા છે.

કોંગ્રેસ દ્વારા સેનાના પરાક્રમનું રાજનૈતિક ફાયદા માટે ઉપયોગ કરવાની કોશિશ કરાઈ રહી છે, એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા આ આરોપો અંગે પલટવાર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું,

કોંગ્રેસ સતત સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉભા કરી રહી છે. જેનાથી પાકિસ્તાનના આતંકવાદીઓને ખુશી મળી રહી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકને લોહીની દલાલી કહ્યું હતું.

તેઓની માતા અને UPAના ચેરપર્સન સોનિયા ગાંધી પણ આ પહેલા મોતના સૌદાગર જેવા શબ્દોનો પ્રયોગ કરી ચુક્યા છે.

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પણ સેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ અંગે તેઓ કહી રહ્યા છે કે, સેના આતંકવાદીઓ કરતા નાગરિકોને વધારે મારે છે.

આજ પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, આ સીડી ક્યાંથી આવી અને અત્યારે જ શા માટે જાહેર કરવામાં આવી. પરંતુ કોંગ્રેસના નિવેદનોથી હાલમાં કોઈ ખુશ છે તો તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ છે.

દેશની સેનાનું મનોબળ તોડવું એ જ કોંગ્રેસનું કામ છે.

કોંગ્રેસ પાર્ટી આજે હતાશામાં છે. અમારી સરકારનો એક જ મંત્ર છે જે થવાનું છે તે થઈને જ રહેશે. તમે કઈ પણ કરો. જે થવું ન જોઈએ, તે ક્યારેય થાય નહિ.

કોંગ્રેસના નેતા હોમવર્ક કરતા નથી. કોંગ્રેસ સરકાર વિના કોઈ કમિશનથી હથિયારો ખરીદતા ન હતા, પરંતુ આજે રક્ષા ક્ષેત્રમાં દલાલો માટે ભારતમાં કોઈ જગ્યા નથી.

રક્ષમંત્રી જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાન ઓરંગઝેબના ઘરે જઈ હતી ત્યારે કોંગ્રેસ તેને નાટક બતાવ્યું હતું.

બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના મુગલ સમ્રાટ ઓરંગઝેબ સાથે કરી, તે એક શરમજનક બાબત છે,

કારગિલના વિજય પર પણ કોંગ્રેસના નેતાઓએ ભારતની જીત પર સવાલો ઉભા કર્યા હતા. સર્જિકલ સ્ટ્રાઈકની ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, સેનાના વિના કોઈ નુકશાને પાકિસ્તાનના આતંકવાદીઓને ઠાર કર્યા છે.

સર્જિકલ સ્ટ્રાઈક ૨૦૧૬માં થઇ હતી ત્યારથી જ અત્યારસુધી ઘણા રાજ્યોમાં ચૂંટણી યોજાઈ છે, શું આ ફૂટેજ એ સમયે જાહેર કરવામાં આવી. ત્યારે હવે શા માટે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.