Not Set/ કોનરેડ સંગમા ભાજપના સમર્થન સાથે મેઘાલયના મુખ્યમંત્રી બન્યા

શિલોંગ, પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી બાદ હવે સરકાર બનાવવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. કોનરાડ સંગમાએ આજે મેઘાલયના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યમાં એનપીપીની આગેવાનીમાં બનેલ સંયુક્ત સરકારમાં ભાજપ પણ ભાગીદાર છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ટોચના નેતા હાજર રહ્યા હતા. કોનરાડની સાથે જેમ્સ […]

Top Stories
શિલોંગ,
પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી બાદ હવે સરકાર બનાવવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. કોનરાડ સંગમાએ આજે મેઘાલયના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યમાં એનપીપીની આગેવાનીમાં બનેલ સંયુક્ત સરકારમાં ભાજપ પણ ભાગીદાર છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ટોચના નેતા હાજર રહ્યા હતા.

કોનરાડની સાથે જેમ્સ પીકે સંગમા અને ભાજપના ધારાસભ્ય એએલ હેક સહિત કુલ ૧૧ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. જાકે ખાતાઓની ફાળવણી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. ૩ માર્ચે જાહેર થયેલ રાજ્યના ૬૦ બેઠકોના પરિણામમાં કોંગ્રેસને ૨૧ બેઠક મળી હતી. જ્યારે એનપીપીને ૧૯ અને ભાજપને બે બેઠક મળી હતી.

આ ઉપરાંત યુનાઈટેડ ડેમોક્રેટીક પાર્ટીને ૬ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને બે-બે બેઠક મળી હતી. સાથે જ એનસીપી અને હનીટ્રેપ નેશનલ અવેકિંગ મુવમેન્ટના ખાતામાં એક-એક બેઠક આવી હતી. આ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ચુંટાઈ આવ્યા હતા. કોનરાડ સંગમાની આગેવાનીમાં બનેલ સરકારને કુલ ૨૪ ધારાસભ્યોએ સમર્થન આપ્યુ છે, જેમાં એનપીપીના ૧૯, ભાજપના ૨, યુનાઈટેડ ડેમોક્રેટીક પાર્ટીના ૬, પીડીએફના ૪, એચએસપીડીપીના ૨ અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે. મહત્વનુ છે કે, મુખ્યમંત્રી કોનરાડ સંગમા આ પહેલા વિપક્ષના નેતા હતા. તેઓ એક મજબુત નેતાની ઓળખ ધરાવે છે.