Not Set/ કોપર્ડિ રેપ કેસ : કોર્ટે ત્રણ આરોપીને ફટકારી ફાંસીની સજા

મહારાષ્ટ્રમાં અહેમદનગરના કોપર્ડિ ગામમાં એક ૧૫ વર્ષીય છોકરીના બળત્કાર અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જિલ્લા અને અતિરિક્ત કોર્ટના જજ સુવર્ણ કેવલેએ દોષીઓને આ સજા ફટકારી હતી. અદાલત દ્વારા બીગત 22 નવેમ્બરે આ કેસમાં બાબુલાલ શિંદે (26), સંતોષ ગૌરખ ભાવલ (30) અને નિતિન ગોપીનાથ ભાઈલૂમ (28) ને બળાત્કાર, હત્યા ગુનામાં દોષિત જાહેર કર્યા હતા. […]

India
County Court Judgement કોપર્ડિ રેપ કેસ : કોર્ટે ત્રણ આરોપીને ફટકારી ફાંસીની સજા

મહારાષ્ટ્રમાં અહેમદનગરના કોપર્ડિ ગામમાં એક ૧૫ વર્ષીય છોકરીના બળત્કાર અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જિલ્લા અને અતિરિક્ત કોર્ટના જજ સુવર્ણ કેવલેએ દોષીઓને આ સજા ફટકારી હતી. અદાલત દ્વારા બીગત 22 નવેમ્બરે આ કેસમાં બાબુલાલ શિંદે (26), સંતોષ ગૌરખ ભાવલ (30) અને નિતિન ગોપીનાથ ભાઈલૂમ (28) ને બળાત્કાર, હત્યા ગુનામાં દોષિત જાહેર કર્યા હતા.

ભાવલના વકીલ બાલાસાહબ ખોપડેએ દલીલ કરી હતી કે, આરોપીને ફાંસીની સજા ન આપવામાં આવે. જોકે, વિશેષ લોકપ્રિયોજક ઉઝઝવેલ્લ નિકમએ કહ્યું હતું કે દુર્લભ મામલો બતાવતા ત્રણેય અપરાધીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી ત્યારબાદ બુધવારે ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.