Not Set/ રેપ પહેલા માસુમના પગ તોડતો, રેપ બાદ દારૂ પીને ઉત્સવ મનાવતો, વાંચો આ હેવાનની સ્ટોરી

૧૨ નવેમ્બરે ગુરુગ્રામમાં સેક્ટર ૬૬ માં ૩ વર્ષની બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ બાળકી સાથે રેપ કર્યા બાદ ક્રુરતાપૂર્વક તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસને આ મામલે શોધખોળ ચાલુ કરી દીધી હતી અને આરોપીની ધરપકડ કરી છે. Man arrested by Gurugram police from Uttar Pradesh's Jhansi earlier today for allegedly raping […]

Top Stories India Trending
DE20RAPE1 રેપ પહેલા માસુમના પગ તોડતો, રેપ બાદ દારૂ પીને ઉત્સવ મનાવતો, વાંચો આ હેવાનની સ્ટોરી

૧૨ નવેમ્બરે ગુરુગ્રામમાં સેક્ટર ૬૬ માં ૩ વર્ષની બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ બાળકી સાથે રેપ કર્યા બાદ ક્રુરતાપૂર્વક તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસને આ મામલે શોધખોળ ચાલુ કરી દીધી હતી અને આરોપીની ધરપકડ કરી છે.

રેપ કર્યા પહેલા પગ તોડી દેતો હતો 

આરોપીની વાતો સાંભળીને પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપી માસુમ છોકરીઓએ પોતાની હવસનો શિકાર બનાવતો હતો. તે રેપ કર્યા પહેલા તેમના પગ તોડી દેતો હતો અને પછી લાશને ઠેકાણે પાડી દેતો હતો.નવેમ્બર, વર્ષ ૨૦૧૬ અને જાન્યુઆરી, ૨૦૧૭માં પણ ગુરુગ્રામમાં બે માસુમ સાથે રેપ કરીને હત્યા કરી હતી.

રેપ કર્યા પછી દારૂ પીને ઉત્સવ મનાવતો 

પોલીસે આરોપી વિશે કહ્યું હતું કે તેનું કોઈ નક્કી રહેવાનું સ્થળ નથી. તે ભંડારામાં જમે છે અને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જતો હતો. માસુમ સાથે રેપ કર્યા બાદ તે દારૂ પીતો હતો અને ઉત્સાહ મનાવતો હતો.

૩ થી ૮ વર્ષની ઉમરની માસુમને બનાવતો હતો પોતાની હવસનો શિકાર 

પોલીસની પૂછતાછમાં આરોપીએ કબુલ્યું છે કે તેણે અત્યાર સુધી ૯ માસુમ સાથે બળાત્કાર કર્યો છે અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી છે. રેપ કરેલી દરેક માસુમની ઉંમર ૩ થી ૮ વર્ષ વચ્ચેની હતી.

આરોપીનું નામ સુનીલ છે જે ૨૦ વર્ષનો છે. આરોપીએ ગુરુગ્રામની માસુમ સિવાય તે પહેલા પણ દિલ્લીમાં ૪ , ગ્વાલિયર અને ઝાંસીમાં એક-એક આવી જ ઘટનાઓ કરી ચુક્યો છે.

૩ વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ઘુસાડી હતી લાકડી 

૧૨ નવેમ્બરના રોજ ગુરુગ્રામમાં ૩ વર્ષની બાળકીની કથિત હાલતમાં લાશ મળી આવી હતી. આરોપીએ બળાત્કાર કર્યો તેમ છતાં તેની હેવાનિયત ઓછી નહતી થઇ. તેને માસુમની  લાશ પર ઈંટ મૂકી દીધી હતી અને તેનું મોઢું પ્લાસ્ટીકની થેલીથી સંતાડી દીધું હતું. એટલું જ નહી પણ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ૧૦ સેમી લાંબી લાકડી પણ ખોમ્પી દીધી હતી.

આરોપી ઝાંસીથી પકડાયો 

શનિવારે રાત્રે આરોપી ઝાંસીમાંથી પકડાયો હતો. પોલીસને આરોપી સુધી પહોચવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આરોપી મોબાઈલ ફોન વાપરતો નહતો જેને લીધે પોલીસને તેની ધરપકડ કરતા નાકે દમ આવી ગયો હતો તેમ છતાં તે પકડવામાં સફળ રહી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી સુનીલ ભંડારામાં જમવા આવતી માસુમને પોતાનો શિકાર બનાવતો હતો. તે બાળકીને ચિપ્સ અને ચોકલેટમી લાલચ આપીને પોતાની સાથે લઇ જતો હતો અને ત્યારબાદ પોતાની હવસની શિકાર બનાવતો હતો.