Not Set/ ક્રૂડના ભાવમાં થયો 30 ટકાનો ઘટાડો, તો પેટ્રોલ-ડીઝલ 10 ટકા જ સસ્તું કેમ?

ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં જેટલો ઘટાડો થઇ રહ્યો છે, એટલો પેટ્રોલ-ડીઝલ ભાવ નથી ઘટી રહ્યો. એવામાં વપરાશકર્તા વિચારી રહ્યા છે કે, ક્રૂડના ભાવ વધવા પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવે છે, તો પછી ક્રૂડના ભાવ ઘટવા પર પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ઘટાડવામાં નથી આવતા. જણાવી દઈએ  કે, ક્રૂડની કિંમત 86.70 ડોલરના ભાવથી 30 ટકા ઘટીને 60 ડોલર પ્રતિ […]

Top Stories India
Oil Crude Oil ક્રૂડના ભાવમાં થયો 30 ટકાનો ઘટાડો, તો પેટ્રોલ-ડીઝલ 10 ટકા જ સસ્તું કેમ?

ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં જેટલો ઘટાડો થઇ રહ્યો છે, એટલો પેટ્રોલ-ડીઝલ ભાવ નથી ઘટી રહ્યો. એવામાં વપરાશકર્તા વિચારી રહ્યા છે કે, ક્રૂડના ભાવ વધવા પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવે છે, તો પછી ક્રૂડના ભાવ ઘટવા પર પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ઘટાડવામાં નથી આવતા.

જણાવી દઈએ  કે, ક્રૂડની કિંમત 86.70 ડોલરના ભાવથી 30 ટકા ઘટીને 60 ડોલર પ્રતિ બેરલ થઇ ગઈ છે. જોકે, આ દરમિયાન દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લગભગ 7થી 11 ટકાનો જ ઘટાડો થયો છે.

shutterstock 552038428 e1543396377535 ક્રૂડના ભાવમાં થયો 30 ટકાનો ઘટાડો, તો પેટ્રોલ-ડીઝલ 10 ટકા જ સસ્તું કેમ?
mantavyanews.com

વપરાશકર્તાઓને ક્રૂડમાં થતા ઘટાડાનો આંશિક લાભ જ મળે છે, કારણ કે જયારે ક્રૂડની કિંમતોમાં મોટો ઘટાડો થાય છે, તો કંપનીઓ નફો વધારી દે છે.

જણાવી દઈએ કે, ગયા મહિને ક્રૂડની કિંમતોમાં વધારો થઇ રહ્યો હતો, ત્યારે સરકારના નિર્દેશ પર ઓઇલ કંપનીઓએ 1 રૂપિયા પ્રતિ લિટરથી કિંમતોમાં ઘટાડો કર્યો હતો. જેમાં કંપનીઓને ઘણું નુકસાન થયું હતું.