Not Set/ કાં તો તે નોકરી છોડી દે અથવા તો મરવા તૈયાર રહે : આતંકીઓની ક્રૂરતા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ફરી ઓપરેશન ઓલઆઉટ શરુ કર્યા બાદ આતંકીઓમાં ફફડાટ મચી ગઈ છે. સેનાના જવાનો કડક કાર્યવાહી કરી આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહ્યા છે. જાકે, તેમ છતાં આતંકીઓ સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસકર્મીઓ નુ અપહરણ કરી તેમની ક્રૂર હત્યા કરી રહ્યા છે. ત્યારે હવે સેનાની કાર્યવાહીથી હચમચી ગયેલ આતંકીઓએ હવે ત્રણ પોલીસકર્મીઓ ના […]

Top Stories India
terror attack story0 647 101816090544 કાં તો તે નોકરી છોડી દે અથવા તો મરવા તૈયાર રહે : આતંકીઓની ક્રૂરતા
શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ફરી ઓપરેશન ઓલઆઉટ શરુ કર્યા બાદ આતંકીઓમાં ફફડાટ મચી ગઈ છે. સેનાના જવાનો કડક કાર્યવાહી કરી આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહ્યા છે. જાકે, તેમ છતાં આતંકીઓ સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસકર્મીઓ નુ અપહરણ કરી તેમની ક્રૂર હત્યા કરી રહ્યા છે.
ત્યારે હવે સેનાની કાર્યવાહીથી હચમચી ગયેલ આતંકીઓએ હવે ત્રણ પોલીસકર્મીઓ ના ઘરે જઈને હુમલો કર્યો છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકી પોલીસકર્મીઓના ઘરમાં ઘુસી ગયા અને તેમના પર હુમલો કરી નોકરી છોડી દેવા ધમકી આપી. આતંકીઓએ જણાવ્યુ કે, કાં તો તે નોકરી છોડી દે અથવા તો મરવા તૈયાર રહે.
van e1533132212357 કાં તો તે નોકરી છોડી દે અથવા તો મરવા તૈયાર રહે : આતંકીઓની ક્રૂરતા
છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી એવી ઘટના છે જ્યારે આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત સુરક્ષાદળોના જવાનો પર હુમલો કર્યો. આ પહેલા શનિવારે આતંકીઓએ પુલવામા ના ત્રાલ વિસ્તારમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર મુદાસિદ અહમદ લોનનુ અપહરણ કર્યુ હતુ અને તેની સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરી તેને માર મરાયો હતો.
આતંકીએ મુદાસિદ અહમદને પણ પોલીસની નોકરી છોડી દેવા ધમકી આપી હતી. મુદાસિદ અહમદ જમ્મુ-કાશ્મીર પોલીસમાં રસોઈયા તરીકે કામ કરે છે. એટલુ જ નહીં રવિવારે આતંકીઓએ પુલવામા જિલ્લાના નૈરા વિસ્તારમાં સીઆરપીએફ જવાન નસીર અહમદ ની તેમના ઘરે ઘુસી હત્યા કરી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે જેને લઈ સુરક્ષાદળોએ હવે પોતાની રણનીતિ બદલવી પડે તેવુ લાગી રહ્યુ છે.