Not Set/ “ડેટા લીક, CBSE પેપર લીક એમ દરેક વસ્તુમાં લીક છે અને ચોકીદાર વીક છે” : રાહુલ ગાંધી

દિલ્લી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધો.૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થવાની ઘટનાને લઇ સૌ કોઈ ચોકી ગયા છે ત્યારે હવે રાજકારણમાં પણ આ મામલાને પગલે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે. कितने लीक?डेटा लीक !आधार लीक !SSC […]

Top Stories
ddhhhhh "ડેટા લીક, CBSE પેપર લીક એમ દરેક વસ્તુમાં લીક છે અને ચોકીદાર વીક છે" : રાહુલ ગાંધી

દિલ્લી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધો.૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થવાની ઘટનાને લઇ સૌ કોઈ ચોકી ગયા છે ત્યારે હવે રાજકારણમાં પણ આ મામલાને પગલે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે.

પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ ગુરુવાર સવારે એક ટ્વીટ કર્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે, ” નમો એપ દ્વારા ડેટા લીક, આધારકાર્ડની જાણકારી લીક, SSC પરીક્ષા લીક, ચૂંટણીપંચ પહેલા અમિત માલવિયા દ્વારા ચૂંટણીની તારીખ લીક, CBSE પેપર લીક. દરેક વસ્તુમાં લીક છે અને ચોકીદાર વીક છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ સાથે “બસ એક વર્ષ હજી” હેશટેગનો ઉપયોગ કર્યો હતો.

મહત્વનું છે કે, CBSEના ધો. ૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રનું પેપર વોટ્સએપ લીક થયું હતું અને આ કારણે દેશભરમાં અંદાજે ૧૯ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. જો કે ત્યારબાદ આ મામલે બુધવારે CBSE બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે લીક થયેલા વિષયની પરીક્ષા ફરીથી લેવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાંચ દ્વારા પેપરલીક થવાના થોડાક કલાકોમાં દિલ્લી-NCRમાં ૧૦ સ્થાનો પર છાપેમારી કરી છે. ક્રાઇમ બ્રાંચ હવે પેપરલીક કેવી રીતે થયું એ વાત ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ માટે જરૂરી તપાસના આદેશ પણ આપી દીધા છે.

બીજી બાજુ દિલ્લી પોલીસ દ્વારા CBSEના ૧૦ અને ધો.૧૨ના પ્રશ્નપત્ર લીકના મામલામાં બે કેસ પણ દાખલ કર્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા પેપરલીક મામલે કેટલાક લોકો પર સવાલો ઉભા કર્યા છે અને આ માટે તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. જો કે આ તપાસમાં સામે આવ્યું છે કે, એક પેપર માટે આરોપીઓ ૧૦થી ૧૫ હજાર રૂપિયા સુધી વસૂલ કરતા હતા.

આ ઉપરાંત CBSE પેપર લીકનો મામલો વધુ ચર્ચાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા રાજધાની દિલ્લી ખાતે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, “પેપરનો કેટલોક ભાગ વોટ્સએપ પર લીક થયો હતો અને ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે”.

ઉલ્લેખનીય છે કે,  ધો. ૧૦ના ગણિત વિષયની પરીક્ષા બુધવારે આયોજિત કરવામાં આવી હતી પરંતુ પેપર લીક થવાની રિપોર્ટ સામે આવ્યા બાદ તે રદ્દ કરવામાં આવી હતી જયારે આ પહેલા ૨૬ માર્ચના રોજ યોજાયેલી અર્થશાસ્ત્રના વિષય પહેલા લેવામાં આવેલી એકાઉન્ટનું પેપર લીક થવાની માહિતી સામે આવી હતી પરંતુ ત્યારબાદ CBSE દ્વારા એક ઓપચારિક નોટિફિકેશન જાહેર કરીને આ પેપર લીક થવાની માહિતી ખોટી છે. જો કે ત્યારબાદ બોર્ડ દ્વારા પેપર લીકના મામલા અંગે FIR કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.