Not Set/ ક્રેડિટવોર વચ્ચે લોકો માટે ખુલ્લો મુકાયો સિગ્નેચર બ્રિજ, જાણો આ પુલની ખાસ વાતો

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં નિર્માણ કરવામાં આવેલો સિગ્નેચર બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે હવે ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. યમુના નદી પર બનેલો આ બહુપ્રતીક્ષિત બ્રિજ ઉત્તર અને ઉત્તર-પૂર્વી દિલ્હીને જોડશે. સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાની સાથે જ હવે ઉત્તર અને ઉત્તર-પૂર્વી દિલ્હી વચ્ચે મુસાફરી કરનારા […]

Top Stories India Trending
DrF8EjcWwAEUk3M 1 ક્રેડિટવોર વચ્ચે લોકો માટે ખુલ્લો મુકાયો સિગ્નેચર બ્રિજ, જાણો આ પુલની ખાસ વાતો

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીમાં નિર્માણ કરવામાં આવેલો સિગ્નેચર બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે હવે ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. યમુના નદી પર બનેલો આ બહુપ્રતીક્ષિત બ્રિજ ઉત્તર અને ઉત્તર-પૂર્વી દિલ્હીને જોડશે.

સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાની સાથે જ હવે ઉત્તર અને ઉત્તર-પૂર્વી દિલ્હી વચ્ચે મુસાફરી કરનારા લોકોના સમયની બચત થશે, સાથે સાથે વજીરાબાદ પુલ ઉપર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

આ પહેલા નાયબ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, “પેરિસના એફિલ ટાવરની જેમ જ સિગ્નેચર બ્રિજ ઉપરથી શહેરના વિશાળ દ્રશ્યને જોઇ શકાશે. ચાર એલિવેટર દ્વારા મુલાકાતીઓને બ્રિજના ટોપ પરથી જઈ શકાશે, એની કુલ ક્ષમતા ૫૦ લોકોની છે.

સિગ્નેચર બ્રિજ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો :

૧. આ સિગ્નેચર બ્રિજનું નિર્માણકાર્ય આજથી ૨૦૦૪માં કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ૧૪ વર્ષ પછી આ બ્રિજનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું છે.

૨. આ બ્રિજ “નમસ્તે”ના રૂપમાં જોતા દેશનો પહેલો કેબલ સ્ટાઈલ પુલ છે. બ્રિજના બીજા ચરણમાં પર્યટન સ્થળન તરીકે વિકસિત કરવામાં આવશે.

૩. બ્રિજની ઉપર ગ્રાફિક્સ આધુનિક અને પ્રગતિશીલ ભારતને પ્રદર્શિત કરે છે. બ્રિજ પર ૧૫૪ મીટર હાઈ ગ્લાસ વ્યુઇન્ગ બોક્સ છે, જે કુતુબ મીનારની ઉંચાઈ કરતા બેગણી છે.

૪. ૫૭૫ મીટર લાંબો સિગ્નેચર બ્રિજ સેલ્ફી સ્પોટ પણ છે.

૫. આઠ લેનનો આ સિગ્નેચર બ્રિજ વજીરાબાદ રોડને આઉટર રીંગ સાથે જોડે છે. જેમાં ગાઝિયાબાદ તરફ જવાવાળા વાહનોને ઓછામાં ઓછો ૩૦ મિનિટનો સમય બચશે.

૬. સિગ્નેચર બ્રિજના મુખ્ય પીલારની ઉંચાઈ ૧૫૪ મીટર છે. બ્રિજ પર ૧૯ સ્ટે કેબલ્સ છે, જેના પર ૩૫૦ મીટર ભાગ વગર કોઈ પીલર રોકવામાં આવ્યો છે. આ ઉપરાંત પીલરના ઉપરના ભાગે ચારે બાજુ ગ્લાસ લગાવવામાં આવ્યા છે.