Not Set/ મહાગઠબંધનના સપના પર દેવગૌડાએ લગાવ્યું ગ્રહણ, આલાપ્યો અલગ જ રાગ

કર્ણાટકમાં હાલમાં જ સાથે આવેલા કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે હજુ સુધી મનમેળ બેસતો નથી લાગતો. પહેલા કોંગ્રેસ તરફથી સીદ્દારમૈયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે કર્ણાટકમાં આ સરકાર એક વર્ષથી વધારે ચાલશે નહિ. આ ગઠબંધન અને ત્યારબાદ બનેલા રાજનીતિક માહોલ પર જેડીએસના મુખિયા એચડી દેવગૌડાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકારે ગયા […]

Top Stories India

કર્ણાટકમાં હાલમાં જ સાથે આવેલા કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે હજુ સુધી મનમેળ બેસતો નથી લાગતો. પહેલા કોંગ્રેસ તરફથી સીદ્દારમૈયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે કર્ણાટકમાં આ સરકાર એક વર્ષથી વધારે ચાલશે નહિ. આ ગઠબંધન અને ત્યારબાદ બનેલા રાજનીતિક માહોલ પર જેડીએસના મુખિયા એચડી દેવગૌડાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકારે ગયા મહીને શપથ લીધા હતા. એ સમયે પર ભાજપ વિરોધી બધા દળો મંચ પર સાથે આવ્યા હતા. જે આવતી ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ લડવાના છે. ત્યારે એ વાતની સંભાવના બની હતી કે આગલી ચુંટણીમાં એક મહાગઠબંધન આકાર લઇ શકે છે.

એચડી દેવગૌડાએ હાલમાં આ મહાગઠબંધન પર એક મહત્વનું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે જરૂરી નથી કે જે દળો કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં હાજર હતા, તેઓ કોંગ્રેસ સાથે મળીને આવતી ચુંટણી લડે. જોકે, તેઓ ત્રીજા મોરચાની પહેલ જરૂર કરી રહ્યા છે. આ વાત થી કોંગ્રેસને પરેશાની થઇ શકે છે. જો ત્રીજો મોરચો મેદાનમાં આવશે તો કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી જશે.

દેવગૌડાએ કહ્યું કે યુપીમાં સપા અને બસપા વચ્ચે સીટ શેરીંગની વાત ચાલી રહી છે. કર્ણાટકમાં અમારી અને કોંગ્રેસ વચ્ચે સમસ્યાઓ છે. તેમ છતાં અમે સાથે છીએ. જોકે, એમણે સીદ્દારમૈયાના ગઠબંધન વાળા નિવેદન પર કઈ કહ્યું નહતું.

એચડી દેવગૌડાએ કર્ણાટકમાં આગામી લોકસભા ચુંટણીને નજરમાં રાખીને કોંગ્રેસ અને જેડીએસ વચ્ચેના ગઠબંધન વિશે ચાલી રહેલી ખબરો પર સ્પષ્ટતા આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2019માં થનારી લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ 18 અને જેડીએસ 10 સીટો પરથી ચુંટણી લડશે. આના પર દેવગૌડાએ કહ્યું કે હમણાં કઈ પણ કહેવું ઉતાવળ હશે. હાલમાં કઈ નક્કી થયું નથી. આ પહેલા તૃણમુલ પ્રમુખ મમતા બેનર્જીએ પણ મહાગઠબંધનમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ભૂમિકા પર સવાલ કાર્ય હતા.