Not Set/ એએમએમકે ચીફ દિનકરણની કાર પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ…. બે જખ્મી

તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં અમ્મા મક્કલ મુનેત્ર કડગમ (એએમએમકે) ના ચીફ ટીટીવી દિનકરણની કાર પર કેટલાક અજ્ઞાત લોકોએ રવિવારે અચાનક હુમલો કર્યો હતો. આ લોકોએ દેશી પેટ્રોલ બોમ્બથી દિનકરણની કારને નિશાન બનાવી હતી. આ હુમલામાં દિનકરણની કારના ડ્રાઈવર અને એક ફોટોગ્રાફર જખ્મી થયા છે. જે સમયે આ હુમલો થયો, ત્યારે દિનકરણ કારમાં હાજર નહતા. પોલીસ આ મામલાની […]

Top Stories India
77356 mwgojtpzsp 1518796503 એએમએમકે ચીફ દિનકરણની કાર પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ.... બે જખ્મી

તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં અમ્મા મક્કલ મુનેત્ર કડગમ (એએમએમકે) ના ચીફ ટીટીવી દિનકરણની કાર પર કેટલાક અજ્ઞાત લોકોએ રવિવારે અચાનક હુમલો કર્યો હતો. આ લોકોએ દેશી પેટ્રોલ બોમ્બથી દિનકરણની કારને નિશાન બનાવી હતી. આ હુમલામાં દિનકરણની કારના ડ્રાઈવર અને એક ફોટોગ્રાફર જખ્મી થયા છે. જે સમયે આ હુમલો થયો, ત્યારે દિનકરણ કારમાં હાજર નહતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અને હુમલાખોરોને શોધી રહી છે.

હજુ સુધી એ ખબર નથી પડી શકી કે બદમાશોએ દિનકરણની કારણે શા કારણે નિશાન બનાવી. એવા સવાલો પણ ઉઠી રહ્યાં છે કે શું બદમાશોએ કોઈ સાઝીશ હેઠળ આ કારને નિશાન બનાવી છે. આ હુમલા પાર દિનકરણ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આપને જણાવી દઈએ કે કેટલાક મહિનાઓ પહેલા દિનકરણે અમ્મા મક્કલ મુનેત્ર કડગમ (એએમએમકે) નું ગઠન કર્યું હતું. પાર્ટી લોન્ચિંગના મોકા પર દિનકરણે પૂર્વ એઆઈએડીએમકે ચીફ સ્વર્ગીય જયલલિતા ને પણ યાદ કર્યા હતા. એટલું જ નહિ, દિનકરણે પાર્ટીના ઝંડા પર પણ જયલલિતા ની બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર રાખી છે. દિનકરણના જણાવ્યા મુજબ એઆઈએડીએમકે પર કબ્જો કરીને બેઠેલા લોકોથી છોડાવવા માટે એમણે નવી પાર્ટી બનાવી છે.