Not Set/ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા તેની સાથે સાથે આેનલાઈન ફ્રાેડ પણ વધ્યાઃ રિઝર્વ બેન્ક

નોટબંધી જાહેર થયા પછીથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન ને વેગ આપવામાં આવી રહ્યો છે અને બે જ વર્ષમાં ઈ-ટ્રાન્ઝેક્શનમાં 100 ટકાનો વધારો થયો છે એ સરકાર માટે ખુશીની વાત હોઈ શકે છે પણ નાગરિકો માટે ચાેંકાવનારી માહિતી એ છે કે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) અનુસાર, છેલ્લા બે વર્ષમાં જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન તો વધ્યું પણ તેની સામે આેનલાઈન […]

Top Stories India
bhima kxP ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા તેની સાથે સાથે આેનલાઈન ફ્રાેડ પણ વધ્યાઃ રિઝર્વ બેન્ક
નોટબંધી જાહેર થયા પછીથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન ને વેગ આપવામાં આવી રહ્યો છે અને બે જ વર્ષમાં ઈ-ટ્રાન્ઝેક્શનમાં 100 ટકાનો વધારો થયો છે એ સરકાર માટે ખુશીની વાત હોઈ શકે છે પણ નાગરિકો માટે ચાેંકાવનારી માહિતી એ છે કે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) અનુસાર, છેલ્લા બે વર્ષમાં જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન તો વધ્યું પણ તેની સામે આેનલાઈન ફ્રાેડ ના કારણે નુકસાનીનો આંકડો 350 ટકાથી વધુનો રહ્યો છે.
onl transaction e1533652861801 ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા તેની સાથે સાથે આેનલાઈન ફ્રાેડ પણ વધ્યાઃ રિઝર્વ બેન્ક
હાલમાં જ જારી કરાયેલા આરબીઆઈ ડેટા અનુસાર આવા ફ્રોડ કેસોની સંખ્યા વર્ષ 2015-16માં 1191 રહી હતી, તે વધીને તેના પછીના વર્ષે 1372 પર પહોંચી હતી. જ્યારે ઓનલાઈન ફ્રોડ કેસોની સંખ્યા વર્ષ 2017-18માં 2488 સુધી પહોંચી ગઈ છે. આ મુજબ જોઈએ તો આવા ફ્રોડ કેસોમાં વર્ષ 2015-16માં રુ. 40.20 કરોડ જેટલી રકમનું નુકસાન લોકોને થયું છે, જ્યારે તેના પછીના નાણાકીય વર્ષમાં આ રકમ રુ. 43.18 કરોડ થઈ અને વર્ષ 2017-18માં તો આ રકમ ત્રણ ગણી વધીને રુ. 149.62 કરોડ સુધી પહાેંચી ગઈ છે.
વધતા જતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માં સૌથી વધુ આવા ફ્રાેડ કેસો મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, તામિલનાડુ અને કણાર્ટકમાં નાેંધાયા છે. વર્ષ 2018-19ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના એપ્રિલથી જૂનમાં જ રુ. 34.36 કરોડના 661 ફ્રાેડ કેસો નાેંધાયા છે.
mobile ad frfaud e1533652908691 ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા તેની સાથે સાથે આેનલાઈન ફ્રાેડ પણ વધ્યાઃ રિઝર્વ બેન્ક
આરબીઆઈનો આ ચાેંકાવનારો ડેટા, કેન્દ્ર સરકારે ઈંધણ ભરાવતી વખતે કેશલેસ પેમેન્ટ કરવામાં વળતર આપવાના નિર્ણયને જાહેર કર્યાના બીજા દિવસે જ જારી કરાયો છે. સરકારે નિર્ણય કર્યો છે કે ભીમ જેવી ડિજિટલ એિપ્લકેશન દ્વારા પેમેન્ટ કરવામાં આવે તો તેમાં વળતર આપવામાં આવશે. આ મુજબ રુપે અને ભીમ પ્લેટફોર્મ્સ દ્વારા બિઝનેસ ટુ કસ્ટમર ટ્રાન્ઝેક્શન્સ માટે જે જીએસટી ચૂકવવામાં આવશે તેમાં 20 ટકા કેશબેક આપવામાં આવશે.
જો કે સંલગ્ન અધિકારીઆેનો દાવો છે કે સાયબર સિક્યુરિટી સંબંધિત જોખમો અંગે સમયાંતરે રિવ્યૂ કરવામાં આવે છે એટલું જ નહી પણ સાયબર સુરક્ષા માટે આવશ્યક પગલાઆે પણ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આઈટી મંત્રાલય અંતર્ગત રહેલી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી) દ્વારા ભારતના સાયબર સ્પેસની દેખરેખ રાખવામાં આવે છે અને સમયાંતરે એલર્ટ પણ જારી કરવામાં આવે છે.