Not Set/ બિટકોઇન મામલે EDએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને પાઠવ્યું સમન

મુંબઈ, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી વર્ચ્યુઅલ કરન્સી બિટકોઇન અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે હવે આ મામલે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને ED દ્વારા સમન પાઠવવામાં આવ્યું છે. EDના સમન રજુ કરાયા બાદ રાજ કુન્દ્રા મુંબઈ સ્થિત EDની ઓફિસે પૂછપરછ માટે પહોચી ચુક્યા છે. EDના એક સીનિયર અધિકારીએ કહ્યું, “હાલમાં એ […]

India
689941 raj kundra shilpa shetty 1 બિટકોઇન મામલે EDએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને પાઠવ્યું સમન

મુંબઈ,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી વર્ચ્યુઅલ કરન્સી બિટકોઇન અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે હવે આ મામલે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને ED દ્વારા સમન પાઠવવામાં આવ્યું છે. EDના સમન રજુ કરાયા બાદ રાજ કુન્દ્રા મુંબઈ સ્થિત EDની ઓફિસે પૂછપરછ માટે પહોચી ચુક્યા છે.

EDના એક સીનિયર અધિકારીએ કહ્યું, “હાલમાં એ કહી શકાતું નથી કે રાજ કુન્દ્રા આ મામલામા દોષી છે કે માત્ર એક ઇન્વેસ્ટર. આ અંગેની તમામ માહિતી કુન્દ્રાના નિવેદન આવ્યા પછી જ સામે આવી શકે છે”.

ઉલ્લેખનીય છે કે, અમિત ભારદ્વાજે gatbitcoin.com નામની એક વેબસાઈટ બનાવીને ઘણા લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો, આ ગોટાળાની કિંમત પણ ૨૦૦૦ કરોડ રૂપિયા સુધી આંકવામાં આવી હતી.

જો કે ત્યારબાદ આ મામલે થોડાક દિવસ અગાઉ જ પોલીસે મૂળ સુત્રધાર અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ કરી હતી.   આ ઉપરાંત પુણા પોલીસ દ્વારા આરોપી ભારદ્વાજના ભાઈ વિવેક અને અન્ય આરોપીની રાજધાની દિલ્હીથી ધરપકડ કરી હતી.

 IPLની સટ્ટાબાજીમાં રાજ કુન્દ્રાનું નામ આવ્યું હતું સામે

મહત્વનું છે કે, આ પહેલા પણ બિઝનેસમેન રાજ કુન્દ્રાનું નામ IPL સટ્ટાબાજીમાં પણ સામે આવી ચુક્યું છે. IPL મેચ ફિક્સિંગમાં કુન્દ્રા પર આરોપ સાબિત થયા બાદ તેઓ પર ક્રિકેટ ગતિવિધિઓને લઇ આજીવન પ્રતિબંધ લાદી લેવામાં આવ્યો હતો તેમજ RRની ટીમ પર પણ બે વર્ષનો બેન લાદવામાં આવ્યો હતો.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા IPLની ટીમ રાજસ્થાન રોયલ્સના કો-ઓનર હતા.

શું છે બિટકોઈન ?

બિટકોઇનએ એક પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી છે જેની શરૂઆત જાન્યુઆરી, ૨૦૦૯માં કરવામાં આવી હતી. આ વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ કરવામાં આવી શકે છે.

આ વર્ચ્યુઅલ કરન્સીની ખાસ વાત એ છે કે, આ કરન્સીની લેનદેણ માટે કોઈ પણ બેન્કના માધ્યમની જરૂરત પડતી નથી.