Not Set/ અનિલ અંબાણી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરી શકે છે આ જાયન્ટ કંપની

રિલાયન્સ કોમ્યુનિકેશન રૂ. 550 કરોડ નહી ચૂકવે તો સ્વીડનની ટેલિકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિકસન, અનિલ અંબાણી સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારી કરી રહી છે. આરકોમએ શુક્રવારે બાકીની રકમ ચૂકવવા એરિકસનની પાસે 60 દિવસના એકસ્ટેન્શનની માંગણી કરી હતી, જેની કંપનીએ ફગાવી દીધી હતી. આરકોમ નાણાંની ચૂકવણી નહી કરે, તો તેને ફરી ઈનસોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને એટલે રિલાયન્સ જીઆે સાથે સ્પેકટ્રમના વેચાણનો […]

India Business
Anil Ambani અનિલ અંબાણી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરી શકે છે આ જાયન્ટ કંપની

રિલાયન્સ કોમ્યુનિકેશન રૂ. 550 કરોડ નહી ચૂકવે તો સ્વીડનની ટેલિકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિકસન, અનિલ અંબાણી સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારી કરી રહી છે. આરકોમએ શુક્રવારે બાકીની રકમ ચૂકવવા એરિકસનની પાસે 60 દિવસના એકસ્ટેન્શનની માંગણી કરી હતી, જેની કંપનીએ ફગાવી દીધી હતી.

ericsson 450x345jpg e1538491263438 અનિલ અંબાણી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરી શકે છે આ જાયન્ટ કંપની

આરકોમ નાણાંની ચૂકવણી નહી કરે, તો તેને ફરી ઈનસોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને એટલે રિલાયન્સ જીઆે સાથે સ્પેકટ્રમના વેચાણનો સોદો અટકી જશે. આરકોમના રૂ. 46,000 કરોડનું ઋણ ચૂકવવાના પ્રયાસો માટે આ મોટો ફટકો હશે. સૂત્રના જણાવ્યા અનુસાર એરિકસન અનિલ અંબાણી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે.

ecomm ss 05 12 14 e1538491317996 અનિલ અંબાણી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરી શકે છે આ જાયન્ટ કંપની

અંબાણીએ સુપ્રીમ કોર્ટને વચન આપ્યું હતું કે, એરિકસનને સેટલમેન્ટની રકમ સપ્ટેમ્બર મહિનાના આખરી ભાગમાં ચૂકવી દેવાશે. અન્ય સૂત્રએ જણાવ્યું હતું કે, આરકોમએ નાણાં ચૂકવવા વધુ 60 દિવસનું એકસ્ટેન્શન માંગ્યું હતું, જે એરિકસન સ્વીકારે તેવી શકયતા આેછી છે, કારણ કે કંપનીએ નાણાં માટે લાંબો સમય રાહ જોઈ છે. સુપ્રીમ કોર્ટ 4 આેકટોબરે કેસની સુનાવણી કરશે. નેશનલ કંપની લો એપેલટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)માં પણ એ જ દિવસે કેસ ચાલવાનો છે.