Not Set/ ઇજનેરી કોર્સની 277 સંસ્થાઓ બોગસ : રાજધાની પ્રથમ સ્થાન પર

જો આપ ઇજનેરી કોર્સમાં પ્રવેશ લેવા માટે ઉત્સુક છો, તો આ ખબર આપને સાવધાન કરવા માટે છે. દેશભરમાં ઇજનેરીની કુલ 277 સંસ્થાઓ બોગસ મળી આવી છે. લોકસભામાં મંગળવારે પેશ કરવામાં કરવામાં આવેલા દસ્તાવેજમાં આ ચોંકાવનારી જાણકારી સામે આવી છે. માનવ સંશાધન વિકાસ મંત્રી સત્યપાલ સિંહે આ સંબંધમાં લોકસભામાં દસ્તાવેજ પેશ કર્યા હતા. એમના મુજબ દેશની રાજધાની માં સર્વાધિક […]

Top Stories India
669552 aicte ઇજનેરી કોર્સની 277 સંસ્થાઓ બોગસ : રાજધાની પ્રથમ સ્થાન પર

જો આપ ઇજનેરી કોર્સમાં પ્રવેશ લેવા માટે ઉત્સુક છો, તો આ ખબર આપને સાવધાન કરવા માટે છે. દેશભરમાં ઇજનેરીની કુલ 277 સંસ્થાઓ બોગસ મળી આવી છે. લોકસભામાં મંગળવારે પેશ કરવામાં કરવામાં આવેલા દસ્તાવેજમાં આ ચોંકાવનારી જાણકારી સામે આવી છે. માનવ સંશાધન વિકાસ મંત્રી સત્યપાલ સિંહે આ સંબંધમાં લોકસભામાં દસ્તાવેજ પેશ કર્યા હતા. એમના મુજબ દેશની રાજધાની માં સર્વાધિક 66 સંસ્થા બોગસ હોવાનું જાણવા મળ્યું છે. વળી, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ક્રમશઃ 35 અને 27 બોગસ સંસ્થાઓ હોવાની જાણકારી મળી છે.

કર્ણાટકમાં 23, ઉત્તર પ્રદેશમાં 22, હરિયાણામાં 18, મહારાષ્ટ્રમાં 16 અને તામિલનાડુમાં 11 બોગસ ઇજનેરી સંસ્થાઓ છે. મંત્રીએ જણાવ્યું કે આ રાજ્યોની સાથે જ પશ્ચિમ બંગાળમાં 27 અને તેલંગાણામાં 35 ઇજનેરી બોગસ સંસ્થાઓ હોવાનું જાણવા મળ્યું છે.

Master 4 e1533195218369 ઇજનેરી કોર્સની 277 સંસ્થાઓ બોગસ : રાજધાની પ્રથમ સ્થાન પર

આ બધી બોગસ સંસ્થાઓ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઇ) ની સ્વીકૃતિ વગર જ કોર્સ ચલાવી રહી છે.

મંત્રી સત્યપાલ સિંહે સદનને જણાવ્યું કે આ બોગસ સંસ્થાઓ ઉપરાંત યુજીસી પાસે એવી 24 વિશ્વવિદ્યાલયોની યાદી છે, જે બોગસ હોવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટકના એક વિદ્યાર્થીએ એક પ્રાઇવેટ ઇજનેરી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. જયારે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બીજા રાજ્યમાં પ્રવેશ લેવા ગયા, તો એ સંસ્થાએ એમને પ્રવેશ આપવાથી ઇન્કાર કરી દીધો હતો. એમને જણાવાયું કે એમનો પરિણામ પત્ર બોગસ છે તેમજ એમની ડિગ્રી ગેરકાનૂની છે. આગળ તાપસ કરતા જાણવા મળ્યું કે એમણે જે સંસ્થામાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું, એ સંસ્થાને માન્યતા જ નહતી મળી.