Not Set/ નર્મદા નદીના પીવાલાયક પાણી અંગે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટિસ

અમદાવાદ, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના પીવાલાયક પાણીની ગુણવત્તા અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોને પીવા માટે નર્મદા નદીનું જે પાણી અપાય છે, તે પીવા લાયક નથી. ત્યારબાદ બુધવારે આ જાહેરહિતની સુનાવણીમાં હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે અને આ અંગે […]

Top Stories
download 14 નર્મદા નદીના પીવાલાયક પાણી અંગે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટિસ

અમદાવાદ,

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના પીવાલાયક પાણીની ગુણવત્તા અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોને પીવા માટે નર્મદા નદીનું જે પાણી અપાય છે, તે પીવા લાયક નથી. ત્યારબાદ બુધવારે આ જાહેરહિતની સુનાવણીમાં હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે અને આ અંગે જવાબ રજૂ કરવા જણાવ્યુ છે.

ગુજરાત હાઈકોર્ટે આ સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) સહિતના સરકારી તંત્રના સબંધિત વિભાગોને પણ નોટિસ મોકલીને જવાબ રજૂ કરવા જણાવ્યુ છે. તેમજ.હાઈકોર્ટે જીપીસીબીને મધ્યપ્રદેશની સરકાર સમક્ષ રજુઆત કરવા પણ સુચન કર્યુ છે.

ઉલ્લેખનિય છે કે, અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, નર્મદા નદી મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશે છે. મધ્યપ્રદેશના 11 જેટલા શહેરોમાંથી નર્મદા નદીમાં ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર લોકોને પીવા માટે નર્મદાનું પાણી સપ્લાઈ કરે છે.