Not Set/ આ દેશોમાં ગેરકાનૂની છે સમલૈંગિકતા…મળે છે મોત અને કોરડાની સજા

સમલૈંગિકતાને અપરાધ હેઠળ લાવતી સંવિધાનની કલમ 377ની વૈધતા પર સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠના પાંચ જજોમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સહીત આરએફ નરીમાન, એ એમ ખાનવલકર, ડીવાય ચંદ્રચુડ અને ઇન્દુ મલ્હોત્રા શામેલ છે. ઘણા દેશોમાં સમલૈંગિક હોવું એક અપરાધ છે. અને આ માટે આરોપીને મોતની સજા પણ આપવામાં આવે […]

Top Stories India World
આ દેશોમાં ગેરકાનૂની છે સમલૈંગિકતા...મળે છે મોત અને કોરડાની સજા

સમલૈંગિકતાને અપરાધ હેઠળ લાવતી સંવિધાનની કલમ 377ની વૈધતા પર સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠના પાંચ જજોમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સહીત આરએફ નરીમાન, એ એમ ખાનવલકર, ડીવાય ચંદ્રચુડ અને ઇન્દુ મલ્હોત્રા શામેલ છે. ઘણા દેશોમાં સમલૈંગિક હોવું એક અપરાધ છે. અને આ માટે આરોપીને મોતની સજા પણ આપવામાં આવે છે.

આ દેશોમાં ગેરકાનૂની છે સમલૈંગિકતા...મળે છે મોત અને કોરડાની સજા

સુદાન, ઈરાન, સાઉદી આરબ, યમનમાં સમલૈંગિકોને મોત ની સજા આપવામાં આવે છે. સોમાલિયા અને નાઈજીરિયાના પણ કેટલાક ભાગમાં સમલૈંગિકોને મોતની સજા આપવામાં આવે છે. અફઘાનિસ્તાન,પાકિસ્તાન અને કતાર માં પણ ગે સેક્સ માટે મોતની સજાનું પ્રાવધાન છે. પરંતુ એને લાગુ કરવામાં નથી આવતું. ઇન્ડોનેશિયા સહીત કેટલાક દેશોમાં કોરડા મારવાની સજા આપવામાં આવે છે.

LGBT pride PTI આ દેશોમાં ગેરકાનૂની છે સમલૈંગિકતા...મળે છે મોત અને કોરડાની સજા

બેલ્જીયમ, કેનેડા, સ્પેન, દક્ષિણ આફ્રિકા, નોર્વે, સ્વીડન, આઈસલેન્ડ, પોર્ટુગલ, આર્જેન્ટિના,ડેનમાર્ક,ઉરુગ્વે, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, બ્રાઝીલ, સ્કોટલેન્ડ, લક્ઝમ્બર્ગ, ફિનલેન્ડ, ગ્રીનલેન્ડ, કોલંબિયા, જર્મની, માલ્ટા માં સમલૈંગિક સંબંધોને માન્યતા મળી ચુકી છે.

નેધરલેન્ડે 2000માં સૌથી પહેલા સમલૈંગિક સંબંધોને કાનૂની રીતે માન્યતા આપી હતી. 2015માં અમેરિકી સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નોને કાયદેસર ગણ્યા હતા. એક રિપોર્ટ મુજબ 2017માં 62 ટકા અમેરિકી લોકો આને સપોર્ટ કરતા હતા.

JULY 121962 730x419 m e1531310059878 આ દેશોમાં ગેરકાનૂની છે સમલૈંગિકતા...મળે છે મોત અને કોરડાની સજા

દુનિયાના 26 દેશો એવા છે, જે સમલૈંગિક્તાને કાનૂની રીતે સ્વીકારી ચુક્યા છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની સંસદે ભારે બહુમતીથી સમલૈંગિક સંબંધોને માન્યતા આપી હતી.