Not Set/ પેટ્રોલના ભાવવધારાથી દુઃખી છો તો જર્મની પાસેથી લો બોધપાઠ, ત્યાંના લોકોએ જે કામ કર્યું હતું જેનાથી સરકાર થઇ હતી મજબૂર

કર્ણાટક વિધાનસભાની ચુંટણી સમાપ્ત થયા બાદ તેલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલમાં કરવામાં આવી રહેલા સતત ભાવવધારા બાદ દેશમાં હાહાકાર મચ્યો છે. આ ભાવવધારાના કારણે દેશમાં મોઘવારી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ ભાવ ઘટાડવા માટે મોદી સરકાર દ્વારા હજી સુધી કોઈ […]

India Trending
WhatsApp Image 2017 11 22 at 9.02.37 AM પેટ્રોલના ભાવવધારાથી દુઃખી છો તો જર્મની પાસેથી લો બોધપાઠ, ત્યાંના લોકોએ જે કામ કર્યું હતું જેનાથી સરકાર થઇ હતી મજબૂર

કર્ણાટક વિધાનસભાની ચુંટણી સમાપ્ત થયા બાદ તેલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલમાં કરવામાં આવી રહેલા સતત ભાવવધારા બાદ દેશમાં હાહાકાર મચ્યો છે.

આ ભાવવધારાના કારણે દેશમાં મોઘવારી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ ભાવ ઘટાડવા માટે મોદી સરકાર દ્વારા હજી સુધી કોઈ પ્રયાસો કરાઈ રહ્યા નથી.

0d6822d6 ae54 11e7 b6fd 382ae8cf2ee4 પેટ્રોલના ભાવવધારાથી દુઃખી છો તો જર્મની પાસેથી લો બોધપાઠ, ત્યાંના લોકોએ જે કામ કર્યું હતું જેનાથી સરકાર થઇ હતી મજબૂર

ભારતની જેમ જ, જર્મનીમાં પણ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ મોઘું કરીને લોકોને પરેશાન કર્યા હતાં, પરંતુ ત્યાંના લોકોએ એવું કામ કર્યું કે અંતે સરકારે મજબૂર થઈને પોતાનો ભાવ વધારાનો નિર્ણય પાછો લીધો હતો.

હકીકતમાં, આ મામલો આજથી લગભગ 18 વર્ષ પહેલા એટલે કે 2000નો છે. આ વર્ષે યુરોપના કેટલાક દેધોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારો દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવવધારાને લઇ આમ તો તમામ દેશોમાં વિરોધ થયો પરંતુ, જર્મનીમાં લોકોએ વિરોધનો જે સુર અપનાવ્યો કે બાદમાં સરકાર પણ મજબૂર બની હતી.

જર્મનીમાં વિરોધનો સુર અપનાવતા લોકો પોતાની ગાડીઓ લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતાં. આ ઉપરાંત દૂરના ગામડાઓના લોકો પણ અંદાજે ૨૫૦ ટ્રક લઈને રાજધાની બર્લિન પહોચ્યા હતા.

જો કે ત્યારબાદ લોકો પોતાની ગાડી અને ટ્રેકટર રસ્તા પર જ છોડીને ચાલ્યા ગયા. જોત જોતામાં આ કારણે ઘણા શહેરોમાં ગાડીઓની મોટી લાઈનોના કારણે રસ્તાઓ પર ચક્કાજામ થઇ ગયો હતો.

જયારે લેઈપજિંગ સિટીમાં રસ્તાને બંધ કરવા માટે અંદાજે ૩૦૦ ખેડૂતો ઉભા થઇ ગયા હતા.

આ ચક્કાજામના કારણે જર્મની-બેલ્જિયમ બોર્ડર પર સ્થિત બે કારની ફેક્ટરીઓમાં કામ ઠપ થઇ ગયું હતું. બીજી બાજુ લોકોના વિરોધમાં વિપક્ષી પાર્ટીઓએ જંપલાવ્યું હતું. ત્યારબાદ સરકાર પર એટલું દબાણ વધી ગયું હતું કે તેઓએ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવવાના નિર્ણયને પરત લીધો હતો.

પરંતુ હાલના દિવસોમાં વોટ્સએપમાં એક તસ્વીર વાઈરલ થઇ રહી છે જેમાં રસ્તા પર ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ તસ્વીરો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિરોધ પ્રદર્શન જર્મનીનું છે જયારે બીજી બાજુ જણાવવામાં આવી રહ્યું છે કે, આ તસ્વીરો જર્મનીની નહિ પણ ચીનની છે.

ચીનમાં ૨૦૧૦માં અંદાજે 100 કિમી સુધીનો ચક્કાજામ થયો હતો, અમે ત્યારે લોકો પોતાની ગાડીઓ છોડીને ચાલ્યા ગયા હતાં.

જો કે સોશિયલ મીડિયામાં આ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન અંગે કરાઈ રહેલા દાવા-પ્રતિદાવાની તથ્ય અંગે મંતવ્ય ન્યુઝ દ્વારા કોઈ પૃષ્ટિ કરવામાં આવી રહી નથી.