Not Set/ ઇન્દોરમાં માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપ બાદ કરવામાં આવી હત્યા, આ ઘટનાની હેવાનિયત વાંચી તમે પણ રહી જશો દંગ

ઇન્દોર, જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ, સુરતના પાંડેસરામાંથી મળી આવેલી વિક્ષીત બાળકીનો મૃતદેહ તેમજ ઉન્નાવ ગેંગરેપની હેવાનિયતને નેવે મૂકનારી ઘટનાઓની શાહી હજી ભુંસાઈ નથી ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરથી વધુ એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપ કર્યા બાદ હત્યા કરાયા હોવાની દર્દનાક ઘટના સામે આવ્યા બાદ માનવીની પરાકાષ્ટા સામે પણ અનેક […]

Top Stories
fgfdg ઇન્દોરમાં માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપ બાદ કરવામાં આવી હત્યા, આ ઘટનાની હેવાનિયત વાંચી તમે પણ રહી જશો દંગ

ઇન્દોર,

જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ, સુરતના પાંડેસરામાંથી મળી આવેલી વિક્ષીત બાળકીનો મૃતદેહ તેમજ ઉન્નાવ ગેંગરેપની હેવાનિયતને નેવે મૂકનારી ઘટનાઓની શાહી હજી ભુંસાઈ નથી ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરથી વધુ એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે.

મધ્યપ્રદેશના ઇન્દોરથી માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપ કર્યા બાદ હત્યા કરાયા હોવાની દર્દનાક ઘટના સામે આવ્યા બાદ માનવીની પરાકાષ્ટા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે પોલીસ દ્વારા ઘટનાના દિવસે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી બીજું કોઈ નથી પણ તે આ માસૂમ બાળકીની કાકા જ છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, એક દિવસ પહેલા ગુરુવાર રાત્રે આરોપીનો આ બાળકીની માતા સાથે ઝઘડો થયો હતો. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ ઝઘડાના અદાવતમાં આ રેપની દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે.

બીજી બાજુ આ બાળકીની સાથે હેવાનિયત નેવે મુકીને જે ક્રુરતા આચરવામાં આવી છે તે જોઇને આ કેસની તપાસ કરી રહેલી પોલીસની ટીમના કર્મચારીઓની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.

ઇન્દોરના એક શોપિંગ કોમ્પલેક્ષમાંથી મળ્યો મૃતદેહ

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઇન્દોરના શ્રીનાથ બિલ્ડીંગના એક શોપિંગ કોમ્પલેક્ષ છે જેમાં ઘણી દુકાનો આવેલી છે. આ બિલ્ડીંગની એક દુકાનમાં કામ કરતા વ્યક્તિએ જયારે બપોરે ૧૨ વાગ્યે આ ઈમારતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે પગથિયાં પાસે આ માસૂમ બાળકીનો મૃતદેહ જોયો હતો. ત્યારબાદ આ વ્યક્તિએ માલિકને ફોન કર્યા બાદ તેઓએ પોલીસને સૂચના આપી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો રેપ અને હત્યાનો ખુલાસો

૪ મહિનાની માસુમ બાળકીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ દ્વારા એમ વાઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું, આ છોકરીના પ્રાઈવેટ પાર્ટ પર જખમના નિશાન છે તેમજ તેના માથા પર પણ જખમ જોવા મળ્યા છે.

ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું, “બાળકીને જમીન પર જોરથી પટકવામાં આવી હતી અને આ કારણે તેનું મોત થયું હતું.

 એક દિવસ પહેલા બાળકીની માતા સાથે થયો હતો ઝઘડો

પ્રાપ્ત માહિતી મુજબ, એક દિવસ પહેલા ગુરુવાર રાત્રે આરોપીનો આ બાળકીની માતા સાથે ઝઘડો થયો હતો. પરંતુ આરોપીની પત્ની તેને છોડીને ભાગી ગઈ હતી અને તે બાળકીની માં સાથે સમાધાન કરવા માટે કહી રહ્યો હતો, જેને લઇ આ ઝઘડો થયો હતો. ત્યારે  માનવામાં આવી રહ્યું છે કે, આ ઝઘડાના અદાવતમાં આ રેપની દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે.

 CCTV ફૂટેજના આધારે થઇ આરોપીની ઓળખ

પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું, શુક્રવારે મધરાતે લગભગ ૪.૪૫ વાગ્યે ૨૫ વર્ષીય સુનીલ ભીલ નામનો યુવક માતા-પિતા વચ્ચે સુઈ રહેલી ૪ માસની બાળકીને ઉપાડીને બાજુમાં શ્રીનાથ પેલેસના બિલ્ડીંગના બેસમેન્ટમાં લઇ ગયો હતો અને જ્યાં તેને ૧૫ મિનીટ સુધી આ બાળકી સાથે રેપ કર્યો હતો. ત્યારબાદ આ બાળકીની હત્યા કરી હતી.

પોલીસ દ્વારા આ આરોપીની CCTV ફૂટેજના આધારે આ આરોપીની ઓળખ થઇ હતી, જેમાં તે પોતાના ખભા પર ઉઠાવીને આ બાળકીને લઇ જતો જોવા મળી રહ્યો છે.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું, આ ઘટના ઇન્દોરના રાજબાડા વિસ્તારની છે. આરોપી પીડિતાનો પરિવાર ગુબ્બારા વેચવાનું કામ કરે છે અને રાત્રે આ પરિવાર રાજબાડા કિલ્લાના મુખ્ય ગેટ પાસે બહાર ખુલ્લામાં સુવે છે.

પોલીસે ૮ કલાક બાદ દાખલ કર્યો કેસ

આ ચકચારી ઘટનાની અચરજ ભરી વાત એ છે કે, આ ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટરના અંતર પર બની હતી. બીજી બાજુ પોલીસ દ્વારા આ ઘટનાના ૮ કલાક બાદ કેસ દાખલ કર્યો હતો. પોલીસની આ લાપરવાહી સામે અનેક સવાલો ઉભા થયા છે.

આ પહેલા પીડિતના પિતા પોતાની બાળકી ઘૂમ થયા હોવાનો કેસ કરવા માટે ગયા પરંતુ તેઓને બપોરે આવવા માટે જણાવવામાં આવ્યું. ત્યારે અંતે જયારે આ બાળકીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો હતો.

આ ઉપરાંત પોલીસની લાપરવાહી સામે ત્યારે પણ સવાલો ઉભા થયા હતા જયારે તેઓએ આ માસૂમ બાળકીની લાશ મળ્યાની સુચના મળ્યા બાદ તે લગભગ દોઢ કલાક પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જો કે ત્યારબાદ પોલીસની આ લાપરવાહીની સુચના પોલીસના વરિષ્ટ અધિકારીઓને મળ્યા બાદ તેઓ દ્વારા સરાફા પોલીસ સ્ટેશનના SI ત્રિલોકચંદ બરકડેને સસ્પેન્ડ કર્યા છે.