Not Set/ વૉશિન્ગટન અને મોસ્કો જેવા મિસાઈલ કવચથી સુરક્ષિત થશે રાજધાની દિલ્હી …

ભારત ધીરે-ધીરે રાજધાની દિલ્હી ને 9/11  જેવા આતંકી હુમલાથી અભેદ્ય બનાવવામાં લાગેલું છે. જેથી એરક્રાફ્ટ, મિસાઈલ અને ડ્રોન્સથી હુમલો ના થઇ શકે. આ માટે ચાલી રહેલા પ્રયાસો હેઠળ રાજધાનીને મિસાઈલોના રક્ષા કવચથી લેસ કરવાની તૈયારી છે. જૂની એર ડિફેન્સ સિસ્ટમને રિપ્લેસ કરીને આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત વીઆઈપી નો ફ્લાય ઝોન અને ખોટી […]

Top Stories India
1059727235 વૉશિન્ગટન અને મોસ્કો જેવા મિસાઈલ કવચથી સુરક્ષિત થશે રાજધાની દિલ્હી ...

ભારત ધીરે-ધીરે રાજધાની દિલ્હી ને 9/11  જેવા આતંકી હુમલાથી અભેદ્ય બનાવવામાં લાગેલું છે. જેથી એરક્રાફ્ટ, મિસાઈલ અને ડ્રોન્સથી હુમલો ના થઇ શકે. આ માટે ચાલી રહેલા પ્રયાસો હેઠળ રાજધાનીને મિસાઈલોના રક્ષા કવચથી લેસ કરવાની તૈયારી છે. જૂની એર ડિફેન્સ સિસ્ટમને રિપ્લેસ કરીને આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત વીઆઈપી નો ફ્લાય ઝોન અને ખોટી બુદ્ધિથી આવનારા પ્લેનોને પાડી દેવાની વ્યવસ્થા રીકન્ફિગર કરવામાં આવશે.

missile વૉશિન્ગટન અને મોસ્કો જેવા મિસાઈલ કવચથી સુરક્ષિત થશે રાજધાની દિલ્હી ...

સૂત્રોના જણાવ્યા મુજબ ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની અધ્યક્ષતા વાળી અધિગ્રહણ પરિષદ તરફથી નેશનલ એડવાન્સ્ડ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ-2ના અધિગ્રહણને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકા પાસેથી આ સિસ્ટમ 1 અરબ ડોલરની કિંમતથી ખરીદવામાં આવશે. આ સાથેજ ઓવરઓલ દિલ્હી એરિયા એર ડિફેન્સ પ્લાન હેઠળ નવી દિલ્હીમાં VIP-89 એરિયાને ફરીવાર સંગઠિત કરવા પર પણ વાત ચાલી રહી છે. આમા રાષ્ટ્રપતિ ભવન, સંસદ, નોર્થ અને સાઉથ બ્લોક જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રતિષ્ઠાન શામેલ છે.

નેશનલ એડવાન્સ્ડ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમમાં ત્રણ દિશાઓ વાળા સેન્ટિનલ રડાર, શોર્ટ અને મીડીયમ રેન્જ મિસાઇલો, લૉંચર્સ, ફાયર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર્સ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ્સ શામેલ થશે. આના દ્વારા ઘણા મોર્ચા પર આવતા હવાઈ ખતરાઓ એક સાથે ઝડપથી ડિટેકટ કરી શકાશે, ટ્રેક કરી શકશે અને પાડી પણ દેવાશે. અમેરિકાની રાજધાની વોશિંગટનનું એર ડિફેન્સ સિસ્ટમ પણ કંઈક આવું જ છે.

maxresdefault 6 2 e1532848762494 વૉશિન્ગટન અને મોસ્કો જેવા મિસાઈલ કવચથી સુરક્ષિત થશે રાજધાની દિલ્હી ...

અમેરિકાની રાજધાની ઉપરાંત ઇઝરાયેલના કેટલાક શહેરોમાં અને મોસ્કો સહીત કેટલાક નાટો દેશમાં પણ આવીજ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. ભારત તરફથી નેશનલ એડવાન્સ્ડ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ ના અધિગ્રહણનો ફેંસલો એવા સમયે લેવામાં આવ્યો છે, જયારે ડીઆરડીઓ ટુ-ટીયર બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ તૈયાર કરવાના આખરી ચરણમાં છે.