Not Set/ અગ્નિ પ્રાઇમ મિસાઇલનું ઓડિશામાં કર્યુ સફળ પરીક્ષણ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ નવી અગ્નિ સીરીઝની મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સવારે 10.55 વાગ્યે ઓડિશાનાં કાંઠે આવેલા ડો.અબ્દુલ કલામ આઇલેન્ડ પર તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

Top Stories India
11 47 અગ્નિ પ્રાઇમ મિસાઇલનું ઓડિશામાં કર્યુ સફળ પરીક્ષણ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ નવી અગ્નિ સીરીઝની મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સવારે 10.55 વાગ્યે ઓડિશાનાં કાંઠે આવેલા ડો.અબ્દુલ કલામ આઇલેન્ડ પર તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ મિસાઇલ તમામ સ્કેલ પર સચોટ હોવાનું જાણવા મળ્યું છે. ડીઆરડીઓનાં એક સૂત્રએ જણાવ્યું હતું કે, નવી મિસાઇલ 1000-2000 કિલોમીટર સુધીનાં લક્ષ્યોને સચોટ રીતે નિશાનો બનાવી શકે છે, તે પરમાણુ હથિયાર વહન કરવામાં પણ સક્ષમ છે. આ મિસાઇલ એ અગ્નિ -1 મિસાઇલનું સુધારેલું વર્જન છે.

મહામારીમાં જનજીવન / દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક, જાણો આજની સ્થિતિ

સોમવારે ભારતે મિસાઇલ ટેક્નોલોજીમાં બીજી નવી સફળતાનાં આભને સ્પર્શ્ય કર્યુ હતુ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત મિસાઇલ અગ્નિ પ્રાઇમનું આજે બપોરે 10.55 વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલોની અગ્નિ સીરીઝમાં, પેટા-આધુનિક અગ્નિ પ્રાઇમની સીરીઝ 1,000 થી 1,500 કિ.મી. છે. ભારતે આજે સવારે 10:55 વાગ્યે નવી અગ્નિ-સીરીઝની મિસાઇલ અગ્નિ-પ્રાઇમ ઓડિશાનાં દરિયાકાંઠે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. નવી પરમાણુ-સક્ષમ મિસાઇલ સંપૂર્ણ સંયુક્ત સામગ્રીથી બનાવવામાં આવી છે અને પરીક્ષણ યોજના પ્રમાણે બરાબર થયું, તેમ સૂત્રએ જણાવ્યું હતું. જેમા કોઈ સમસ્યા નહોતી આવી. જણાવી દઇએ કે, મોબાઇલ લોંચિંગથી પણ અગ્નિ પ્રાઇમને લોન્ચ કરી શકાશે. પૂર્વ કિનારે આવેલા ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઈલ પર નજર રાખી અને તેનું નિરીક્ષણ કર્યું હતું, આમ ન્યૂઝ એજન્સી એએનઆઈ એ ડીઆરડીઓ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે. સંપૂર્ણ લોકાર્પણ યોજના પ્રમાણે થયું હતુ. ચોકસાઈ સાથે બધા મિશન પૂર્ણ કર્યા.

11 48 અગ્નિ પ્રાઇમ મિસાઇલનું ઓડિશામાં કર્યુ સફળ પરીક્ષણ

બાબા અમરનાથ દર્શન 2021 / અમરનાથ પવિત્ર ગુફાની આરતી જુઓ LIVE, 22 ઓગસ્ટ સુધી દૈનિક આરતીનું પ્રસારણ

મિસાઇલ અગ્નિ-પ્રાઇમની શું છે ખાસિયત?

-નવી પરમાણુ-સક્ષમ મિસાઇલ સંપૂર્ણપણે સંયુક્ત સામગ્રીથી બનેલી છે.

-અગ્નિ પ્રાઇમને તમે મોબાઇલ લોંચિંગથી ફાયર કરી શકો છો.

-‘અગ્નિ પ્રાઇમ’ એક ટૂંકા-અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે, જે 1000 કિ.મી.થી 2000 કિ.મી.ની રેન્જ ધરાવે છે.

-આ એક સપાટીથી સપાટી પર સચોટ નિશાનો કરી શકે તેવી મિસાઇલ છે જે લગભગ 1000 કિલો જેટલું પેલોડ અથવા પરમાણુ હથિયાર વહન કરી શકે છે.

-ડબલ-સ્ટેડવાળી મિસાઇલ ‘અગ્નિ-1’ ની સરખામણીએ હળવી અને પાતળી છે.

-અગ્નિ પ્રાઇમને 4 હજાર કિ.મી.ની રેન્જવાળી અગ્નિ 4 અને 5 હજાર કિ.મી. વાળી અગ્નિ પાંચમાં ઉપયોગ થતી ટેકનોલોજીને જોડીને બનાવવામાં આવેલ છે.

ભડકે બળશે ખિસ્સુ!! / સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

મળતી માહિતી મુજબ ‘અગ્નિ પ્રાઇમ’ એક ટૂંકી રેન્જની બેલિસ્ટિક મિસાઇલ છે, જે 1000 કિ.મી.થી 1500 કિ.મી.ની રેન્જ ધરાવે છે. તે એક સપાટીથી સપાટી પર નિશાન કરી શકે છે તેવી મિસાઇલ છે જે લગભગ 1000 કિલો જેટલું પેલોડ અથવા પરમાણુ લશ્કરી વહન કરી શકે છે. ડબલ સ્ટેન્ડવાળી મિસાઇલ ‘અગ્નિ -1’ ની સરખામણીમાં હળવી અને વધારે પાતળી હશે. ભારતે સૌ પ્રથમ 1989 માં અગ્નિનું પરીક્ષણ કર્યુ હતુ. તે સમયે આ મિસાઇલની રેન્જ 700 થી 900 કિ.મી. હતી. વર્ષ 2004 માં તેને સેનામાં સામેલ કરવામાં આવી હતી. ભારતે અત્યાર સુધી પાંચ અગ્નિ સીરીઝની મિસાઇલો વિકસાવી છે.

Footer અગ્નિ પ્રાઇમ મિસાઇલનું ઓડિશામાં કર્યુ સફળ પરીક્ષણ