Not Set/ ઇસરોએ સેટેલાઇટ IRNSS-1 સફળતાપુર્વક લોન્ચ કર્યો

નવી દિલ્હી, સંચાર ઉપગ્રહ જીસેટ-૬એ લોન્ચ કર્યા બાદ ઈસરોએ આજે પોતાના નેવીગેશન સેટેલાઈટ આઈઆરએનએસએસ-૧ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ પહેલા ૨૯ માર્ચના રોજ ટેલીકોમ સેટેલાઈટ જીસેટ-૬એ લોન્ચ કર્યા બાદ તેનો સંપર્ક તુટી ગયો હતો. જેથી વૈજ્ઞાનિકોની સાથે સાથે ભારતીય સેનાને પણ મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ ઈસરો હવે પોતાની આ નિષ્ફળતાને ભુલી સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર […]

Top Stories
satelite launch ઇસરોએ સેટેલાઇટ IRNSS-1 સફળતાપુર્વક લોન્ચ કર્યો

નવી દિલ્હી,

સંચાર ઉપગ્રહ જીસેટ-૬એ લોન્ચ કર્યા બાદ ઈસરોએ આજે પોતાના નેવીગેશન સેટેલાઈટ આઈઆરએનએસએસ-૧ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ પહેલા ૨૯ માર્ચના રોજ ટેલીકોમ સેટેલાઈટ જીસેટ-૬એ લોન્ચ કર્યા બાદ તેનો સંપર્ક તુટી ગયો હતો. જેથી વૈજ્ઞાનિકોની સાથે સાથે ભારતીય સેનાને પણ મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ ઈસરો હવે પોતાની આ નિષ્ફળતાને ભુલી સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલ નેવીગેશન સેટેલાઈટ આઈઆરએનએસએસ-૧ લોન્ચ કરવા પર પોતાનુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે.

આ સેટેલાઈટ પીએસએલવી-સી ૪૧ રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશના શ્રી હરીકોટા સ્થિત સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતેથી વહેલી સવારે ૪ વાગ્યે આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ઈસરો અત્યાર સુધી આ પ્રકારના ૮ આઈઆરએનએસએસ સેટેલાઈટ લોન્ચ કરી ચુક્યુ છે. જેમાં આઈઆરએનએસએસ-૧એ, આઈઆરએનએસએસ-૧બી, આઈઆરએનએસએસ-૧સી, આઈઆરએનએસએસએસ-૧ડી સહિતના ઉપગ્રહનો સમાવેશ થાય છે.

આઈઆરએનએસએસ એ ઈન્ડિયન રીઝનલ નેવીગેશન સેટેલાઈટ સિસ્ટમ છે. જે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ અને આસપાસના ૧૫૦૦ કિલોમીટર વિસ્તારની સચોટ માહિતી આપવાનો છે. આઈઆરએનએસએસ-૧આઈ એ નેવી સિસ્ટમનો એક ભાગ છે જે નક્શા તૈયાર કરવામાં તેમજ સમયના સચોટ મુલ્યાંકનમાં મદદરુપ થશે. આ ઉપરાંત તે સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીને પણ મદદરુપ થશે.