Not Set/ જ્યોતિરાદિત્ય લડી શકે છે વિધાનસભા ચૂંટણી : સીએમ બનવા તરફ મોટું પગલું?

મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ની ચૂંટણી થવાની છે. ભાજપ શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતાને લઈને આશ્વસ્ત છે. વળી. કોંગ્રેસને પણ વિશ્વાસ છે કે આ વખતે 15 વર્ષનો વનવાસ ખતમ થઇ જશે. આ વચ્ચે મોટી ખબર એ છે કે કોંગ્રેસ ચૂંટણી સમિતિના અધ્યક્ષ અને ગુનાથી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા એમપીમાં વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ભોપાલમાં બુધવારે કોંગ્રેસ […]

Top Stories India
jyotiraditya consulting jyotiraditya scindia supriya challenges baijayant 570b8052 3097 11e8 9916 7e63ef9446cf જ્યોતિરાદિત્ય લડી શકે છે વિધાનસભા ચૂંટણી : સીએમ બનવા તરફ મોટું પગલું?

મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ની ચૂંટણી થવાની છે. ભાજપ શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતાને લઈને આશ્વસ્ત છે. વળી. કોંગ્રેસને પણ વિશ્વાસ છે કે આ વખતે 15 વર્ષનો વનવાસ ખતમ થઇ જશે. આ વચ્ચે મોટી ખબર એ છે કે કોંગ્રેસ ચૂંટણી સમિતિના અધ્યક્ષ અને ગુનાથી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા એમપીમાં વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.

congress 20180122 350 630 જ્યોતિરાદિત્ય લડી શકે છે વિધાનસભા ચૂંટણી : સીએમ બનવા તરફ મોટું પગલું?

ભોપાલમાં બુધવારે કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકારોએ જયારે સિંધિયાને ચૂંટણી લડવાને લઈને સવાલ પૂછ્યો હતો, જેનો એમણે ઇન્કાર કર્યો નહતો. સવાલના જવાબમાં સિંધિયાએ કહ્યું કે પાર્ટી નક્કી કરશે મારે શું કરવાનું છે. જ્યાંથી નક્કી થશે હું ત્યાંથી ચૂંટણી લડી લઈશ.

થોડા દિવસ પહેલા ઉજ્જૈનમાં પણ સિંધિયાએ ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. હકીકતમાં હાલમાં થયેલા સર્વેથી કોંગ્રેસ પાર્ટી ઉત્સાહિત છે. સર્વે મુજબ પાર્ટી મધ્ય પ્રદેશમાં દેખાવ કરી રહી છે. આ સમયે પાર્ટી સિંધિયાને મેદાનમાં ઉતારીને વધારે ફાયદો મેળવવા માંગે છે.

176613 jyotiraditya scindia e1534336566353 જ્યોતિરાદિત્ય લડી શકે છે વિધાનસભા ચૂંટણી : સીએમ બનવા તરફ મોટું પગલું?

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે હજુ સુધી સીએમ ઉમ્મેદવારનું એલાન કર્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ જ પાર્ટી સીએમ નું એલાન કરશે. પરંતુ સિંધિયા મેદાનમાં ઉતારવાથી સાફ છે કે કોંગ્રેસ પાર્ટી કોઈ ચહેરા સાથે ચૂંટણીમાં ઉતારવા માંગે છે. આમાં દિગ્ગજ નેતા કમલનાથની ઉમ્મેદવારીને ઝટકો લાગી શકે છે.