Not Set/ મોદી સરકારની શીખ શ્રદ્ધાળુઓને મોટી ગિફ્ટ, કરતારપુર કોરિડોરના નિર્માણને આપ્યો ગ્રીન સિગ્નલ

નવી દિલ્હી, ગુરુ નાનક જયંતીના એક દિવસ પહેલા કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર દ્વારા શીખ સમુદાયના લોકોને એક ખાસ ભેટ આપી છે. ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરતારપુર કોરિડોરના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં સ્થિત બાબા નાનક આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી શ્રી કરતારપુર સાહેબ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. In […]

Top Stories India Trending
gurdwara sri kartarpur sahib11 મોદી સરકારની શીખ શ્રદ્ધાળુઓને મોટી ગિફ્ટ, કરતારપુર કોરિડોરના નિર્માણને આપ્યો ગ્રીન સિગ્નલ

નવી દિલ્હી,

ગુરુ નાનક જયંતીના એક દિવસ પહેલા કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર દ્વારા શીખ સમુદાયના લોકોને એક ખાસ ભેટ આપી છે. ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરતારપુર કોરિડોરના નિર્માણને મંજૂરી આપી દીધી છે.

આ સાથે જ હવે પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં સ્થિત બાબા નાનક આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી શ્રી કરતારપુર સાહેબ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “કરતારપુર કોરિડોર ગુરુદાસ જિલ્લાના ડેરા બાબાથી લઇ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી બનાવવામાં આવશે. જેમાં શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ હશે.

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે ભારતીય શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં રાવી નદી પર કરતારપુર સાહેબ ગુરુદ્વારા જવાની સુવિધા મળી શકશે.

દૂરબીનથી થઇ શકશે દર્શન

Image result for kartarpur corridor

આ પહેલા સરકાર દ્વારા ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર એક હાઈ પાવર દૂરબીન લગાવવાની વાત કહી હતી, જેથી શીખ શ્રધ્ધાળુંઓ કરતારપુર સાહિબ જોઈ શકશે.