Not Set/ #પવન આયી મોદી આયી : ૧૩ કિમીના બાયપાસને લોન્ચ કરવા મોદી ૧૩૦૦ કિમીનો પ્રવાસ કરીને આવ્યા અને પછી…

પીએમ મોદીની કેરળની યાત્રા પહેલા તેમને કોલમ બાયપાસને લઈને ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. તેમણે કેરળમાં ૨ પ્રોજેક્ટને લોન્ચ કર્યા હતા જેને લઈને ટ્વીટર પર લોકોએ ખુબ મજાક હતી. ૧૩ કિલોમીટરના બાયપાસ માટે પીએમ મોદીને ઘણી લાંબી મુસાફરી કરવી પડી આ મામલે વડાપ્રધાન પર ટ્રોલરે નિશાનો સાધ્યો હતો. કેરળના પત્રકાર અનીલ ફિલિપે પીએમ મોદીને નિશાનો […]

Top Stories India Trending
kol #પવન આયી મોદી આયી : ૧૩ કિમીના બાયપાસને લોન્ચ કરવા મોદી ૧૩૦૦ કિમીનો પ્રવાસ કરીને આવ્યા અને પછી...

પીએમ મોદીની કેરળની યાત્રા પહેલા તેમને કોલમ બાયપાસને લઈને ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. તેમણે કેરળમાં ૨ પ્રોજેક્ટને લોન્ચ કર્યા હતા જેને લઈને ટ્વીટર પર લોકોએ ખુબ મજાક હતી.

૧૩ કિલોમીટરના બાયપાસ માટે પીએમ મોદીને ઘણી લાંબી મુસાફરી કરવી પડી આ મામલે વડાપ્રધાન પર ટ્રોલરે નિશાનો સાધ્યો હતો.

કેરળના પત્રકાર અનીલ ફિલિપે પીએમ મોદીને નિશાનો સાધીને ટ્વીટ કર્યું કે નેશનલ હાઇવે પર ૧૩.૧૪૧ કિમી લાંબો બાયપાસ બનાવવા માટેની વાત  ૪૭ વર્ષ પહેલા નક્કી કરવામાં આવી હતી.આ બાયપાસ માટે ૪૦ વર્ષ પહેલા તો જમીન લેવામાં આવી હતી અને ૨૮ વર્ષ પહેલા બાયપાસ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. તમને દરેકને જણાવી દઉં કે નેશનલ હાઇવે પર બનેલા  બાયપાસની પહોળાઈ એક સાડીની પહોળાઈ જેટલી છે.

મલયાલમ લેખકે ટ્વીટ કર્યું હતું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માટે મારી રીસ્પેક્ટ અચાનક જતી રહી છે. ઉદ્ઘાટન કરવા માટે આખરે તેમને એક સીટી સ્કેન મશીન તો મળ્યું અને દેશના વડાપ્રધાન સામે જોવો..તે ૩૫૦૦ કિલોમીટરની યાત્રા કરીને કોલમ ૨-લાઈન ૧૩ કિલોમીટરના બાયપાસને લોન્ચ કરવા માટે આવ્યા છે. #પવન આયી મોદી આયી…

https://twitter.com/khush_boozing/status/1085058721338683392

#પવન આયી મોદી આયી… અને #ઓડુ મોદી કંદમ વાઝ્હી…આ હેશ્તેગ ઘણા  ટ્રેન્ડીંગ રહ્યા હતા. ખુશ્બુ સિંહે ટ્વીટ કર્યું હતું કે શા માટે આપને મોદીને કેરળમાં ઉદ્ઘાટન કરવા માટે બોલાવવા જોઈએ ?

પ્રોજેક્ટમાં વિલંબ થવા મામલે પીએમ મોદીએ પબ્લિક મીટીંગમાં કહ્યું કે મને ઘણું આશ્ચર્ય થાય છે કે કેટલાક પ્રોજેક્ટમાં ૨૦થી ૩૦ વર્ષનો વિલંબ આવી ગયો છે. એક સામાન્ય માણસના લાભાર્થે બનાવવામાં આવતા પ્રોજેક્ટમાં આટલો બધો વિલંબ લાગે એ એક પ્રકારનો ગુનો છે. પબ્લિકના જે રૂપિયા વેડફાય છે તે પ્રથા હવે આગળ જતા નહી ચાલુ રહે.