કેન્દ્રીય શિયા વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યું કે વાસ્તવમાં આયોધ્યાની વિવાદિત ભૂમિના મુસલમાનોના હિસ્સાના અસલી દાવેદાર તેઓ છે કારણ કે બાબરી મસ્જિદ મીર બાકીએ બનાવી હતી. જે એક શિયા હતા. શુક્રવારે બોર્ડે કહ્યું કે તેઓ અલ્હાબાદ હાઈ કોર્ટ દ્વારા મુસલમાનોને આપવામાં આવેલી ત્રીજા ભાગની જમીનને રામ મંદિર બનાવવા માટે દાન કરવા માંગે છે.
Ayodhya case: Shia Waqf board submitted to the Supreme Court that they want to settle the dispute by peace. Shia Waqf Board said the custodian of the Babri mosque was a Shia and that the Sunni Waqf Board or anyone else is not the representative of Muslims in India.
— ANI (@ANI) July 13, 2018
શિયા વકફ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ એસ.એન.સિંહે કહ્યું કે આ મહાન દેશની એકતા, અખંડતા, શાંતિ અને સદ્ભાવ માટે શિયા વકફ બોર્ડ અયોધ્યાની વિવાદિત જમીનનો મુસલમાનોનો ભાગ રામ મંદિર નિર્માણ માટે દાન કરવાના પક્ષમાં છે. જણાવી દઈએ કે આ પહેલા પણ શિયા વકફ બોર્ડ મુસલમાનોના હિસ્સાની જમીન દાન કરવાની વાત કહી ચૂક્યું છે.

બીજી બાજુ, મુસલમાનો અને સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને કહ્યું કે બામિયાન બુદ્ધની મૂર્તિઓને મુસ્લિમ તાલિબાનોએ નષ્ટ કરી હતી અને બાબરી મસ્જિદ હિન્દૂ તાલિબાનોએ ધ્વસ્ત કરી હતી.
શિયા વકફ બોર્ડ કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિવાદને સુલઝાવવા માંગે છે. બોર્ડે સાફ કહ્યું કે બાબરી મસ્જિદના સંરક્ષક એક શિયા હતા એટલે સુન્ની વકફ બોર્ડ કે અન્ય કોઈ ભારતમાં મુસલમાનોના પ્રતિનિધિ નથી.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં ભૂમિ વિવાદ પર ચાલી રહેલી સુનાવણીમાં મુસ્લિમ પક્ષોની દલીલ ચાલી રહી છે. આ પહેલા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ એ નાઝિરની વિશેષ પીઠે 17 મેં ના રોજ હિન્દૂ સંગઠનો તરફથી દલીલ સાંભળી હતી.
