Not Set/ કર્ણાટકમાં જોવા મળશે મોદી મેજિક, ભાજપની જીત પાછળ આ કારણો હોઈ શકે છે જવાબદાર

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કામાં ૧૧૧ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે અને મોદી મેજિક વધુ એકવાર કામ કરતુ જોવા મળી રહ્યું છે. જયારે વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસ ૬૮, જેડીએસ ૪૦ અને અન્ય ૨ […]

Top Stories India
679748 modi siddaramaiah pti કર્ણાટકમાં જોવા મળશે મોદી મેજિક, ભાજપની જીત પાછળ આ કારણો હોઈ શકે છે જવાબદાર

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કામાં ૧૧૧ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે અને મોદી મેજિક વધુ એકવાર કામ કરતુ જોવા મળી રહ્યું છે.

જયારે વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસ ૬૮, જેડીએસ ૪૦ અને અન્ય ૨ સીટો પર આગળ ચાલી રહ્યા છે.

મહત્વનું છે કે, કર્ણાટકની આ ચૂંટણીનું પરિણામ આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે, દિલ્લીની વર્તમાન કેન્દ્ર સરકાર આગામી વર્ષે પણ પોતાનો ભગવો લહેરાવવા નાતે આતુર જણાઈ રહી છે જયારે કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણી હારે છે તો તે માત્ર પંજાબ અને પુડ્ડુચેરી પુરતી જ સીમિત રહી શકે છે.

બીજી બાજુ, આ ભાજપની આ ચૂંટણી જીતવા પાછળ આ કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.

૧. લિંગાયત કાર્ડ

આ ચૂંટણીના તારીખોના એલાન પહેલા જ વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પહેલા જ લિંગાયત કાર્ડ રમ્યા હતા. કોંગ્રેસ દ્વારા આ સમુદાયને અલ્પસંખ્યકનો દરજ્જો આપવા માટે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકાર સમક્ષ મંજુરી માટે મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ આ જ મુદ્દો હાલ કોંગ્રેસ માટે હારનું કારણ જવાબદાર થયો છે જયારે ભાજપ માટે અલ્પસંખ્યક સમુદાયનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે.

કર્ણાટકની ચૂંટણીની લિંગાયત સમુદાયના પ્રભાવવાળી સીટોમાં ભાજપને મોટી સફળતા મળી રહી છે અને તે ૩૭ સીટો પર વિજય મેળવતી જોવા મળી રહી છે જયારે કોંગ્રેસ ૧૮, જેડીએસ ૮ અને ૨ બેઠક અન્યના ખાતામાં આવી રહી છે.

૨. પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી ૨૧ જાહેરસભાઓ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર-પસારમાં જોવા મળેલા રાજકીય પાર્ટીઓના ધમાસાણ વચ્ચે પીએમ મોદીએ પણ કુલ ૨૧ જાહેરસભાઓ ગજવી હતી અને કોંગ્રેસ તેમજ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

બીજી બાજુ પીએમ મોદીએ આ ૨૧ રેલીઓ દરમિયાન કર્ણાટકની કુલ ૧૧૫ સીટો કવર કરી હતી અન ભાજપ માટે કમળ ખીલવામાં સિંહ ફાળો ભજવ્યો હતો. આ દરમિયાન તેઓએ ૨૯ હજાર કિલોમીટરનું ખેડાણ કર્યું હતું. પરંતુ આ દરમિયાન તેઓ કોઈ મઠ કે મદિરમાં ગયા ન હતા.

૩. એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર

વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસ દ્વારા પોતાના કાર્યકાળ જોવા મળેલા એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરનો સીધો ફાયદો ભાજપને થઇ રહ્યો છે. પોતાની સરકારના કાર્યકાળ દરમિયાન કરાયેલા કામો અંગે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા રાજ્યમાં ડિવાઈસ પોલિટિક્સ રમવામાં આવ્યું હતું, તેને પણ મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે.

૪. ભાજપનું મુસ્લિમ કાર્ડ

લિંગાયત બાદ ભાજપે મુસ્લિમ સમુદાયમાં પણ સફળતા મેળવી છે. ભારતીય જનતા પાર્ટી હાલ ૧૦ સીટો પર આગળ ચાલી રહી છે જયારે કોંગ્રેસ ૮ અને જેડીએસ ૭ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

૫. ભાજપ અને અમિત શાહ

કર્ણાટકની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવેલા કેડર બેસ ઓર્ગેનાઈઝેશનનો સીધો જ ફાયદો બીજેપીને મળતો જોવા મળી રહ્યો છે. ભાજપના સંગઠન દ્વારા ટોપ લેવલથી લઇ બુથ લેવલ સુધી કરાયેલી સંગઠનાત્મક કામગીરી તેમજ પક્ષને તેના સાથી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રતિબદ્ધ ટેકો મળ્યો છે.

૬.

યેદિયુરપ્પા અને શ્રીરામુલુની સાથે આવવાનો ફાયદો:

કર્ણાટકમાં ભાજપ દ્વારા ,મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા અને શ્રીરામુલુની વાપસીનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં યેદિયુરપ્પાએ બગાવત કરીને અલગ પાર્ટી બનાવી હતી અને ભાજપ માટે આ ફેક્ટર ખુબ મોઘું સાબિત થયું હતું..

વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં યેદિયુરપ્પાની પાર્ટીએ ૧૦ ટકા અને શ્રીરામુલુની પાર્ટીને ૩ ટકા વોટ મળ્યા હતા અને આ કારણે ભાજપને નુકશાન થયું હતું. ત્યારે હવે આ ચૂંટણીમાં બંને આગેવાનોને સાથે લાવવાનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે.

૭. ગેર કાનૂની ખનન મામલે સપડાયેલા રેડ્ડી બંધુઓ પર ભાજપનો નવો દાવ

આ પહેલાની ભાજપની યેદિયુરપ્પાની સરકાર દરમિયાન સામે આવેલા ગેરકાયદેસર ખાણોના ખોદકામ કેસના આરોપી જર્નાદન રેડ્ડી પર ભાજપે દાવ લગાવ્યો હો તે હવે ફાયદાનું કારણ જોવા મળી રહ્યું છે.

૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા રેડ્ડી બંધુના પરિવારની નજીક મનાતા અડધો ડઝન લોકોને ટિકિટ આપી હતી. રેડ્ડી બંધુને બેલ્લારીની આસપાસની સીટોની જવાબદારી સોંપાઇ હતી. પરિણામો પ્રમાણે બેલ્લારી વિસ્તારમાં કમળ ખીલતુંજોવા મળી રહ્યું છે