Not Set/ શું મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની ગઈ છે ? આ પોસ્ટર છે પુરાવો

ભોપાલ, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૧૧ ડિસેમ્બર, મંગળવારના રોજ ઘોષિત કરવામાં આવવાનું છે. જો કે આ પહેલા જ રાજ્યમાં પોતાની સરકાર બનાવવા અંગે નેતાઓ દ્વારા ઢોલ નગારા વગાડવામાં આવી રહી છે. અ જ પ્રકારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ એક્ઝિટ પોલમાં સામે આવેલા પરિણામોથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે. પાર્ટીના કાર્યકરો દ્વારા […]

Top Stories India Trending
poster શું મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની ગઈ છે ? આ પોસ્ટર છે પુરાવો

ભોપાલ,

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૧૧ ડિસેમ્બર, મંગળવારના રોજ ઘોષિત કરવામાં આવવાનું છે. જો કે આ પહેલા જ રાજ્યમાં પોતાની સરકાર બનાવવા અંગે નેતાઓ દ્વારા ઢોલ નગારા વગાડવામાં આવી રહી છે.

અ જ પ્રકારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ એક્ઝિટ પોલમાં સામે આવેલા પરિણામોથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે. પાર્ટીના કાર્યકરો દ્વારા ભોપાલ સ્થિત કાર્યાલયની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યું છે.

જો કે આ પોસ્ટરની ખાસ વાત એ છે કે, એમાં પાર્ટીના વરિષ્ટ નેતા કમલનાથના નેતૃત્વ હેઠળ સરકાર બનાવવાનું લખવામાં આવ્યું છે.

કોંગ્રસ કાર્યાલયની બહાર લગાડવામાં આવેલા પોસ્ટરની બહાર લખવામાં આવ્યું છે કે, “કમલનાથ જીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસની સરકારને અભિનંદન”

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની કુલ ૨૩૦ વિધાનસભા બેઠકો પર કુલ ૭૫ % વોટિંગ થયું હતું અને ત્યારબાદ સામે આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી રહી છે.