Not Set/ લોકસભાની ચુંટણી પહેલા માયાવતીએ ફોડ્યો બોમ્બ, કહ્યું, “હું નથી કોઈની બુઆ, મહાગઠબંધનમાં…

લખનઉ, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીનું મહાગઠબંધનમાં શામેલ થવા અંગે એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. માયાવતીએ કહ્યું છે કે, “લોકો રાજનૈતિક ફાયદો લેવા માટે મારા સાથે નાતો જોડતા માંગે છે અને મને બુઆ કહે છે”. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાના નવા ઘરમાં શિફ્ટ થયેલા યુપીના પૂર્વ મુખ્યમંત્રીએ […]

Top Stories India Trending
mayavti લોકસભાની ચુંટણી પહેલા માયાવતીએ ફોડ્યો બોમ્બ, કહ્યું, "હું નથી કોઈની બુઆ, મહાગઠબંધનમાં...

લખનઉ,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીનું મહાગઠબંધનમાં શામેલ થવા અંગે એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. માયાવતીએ કહ્યું છે કે, “લોકો રાજનૈતિક ફાયદો લેવા માટે મારા સાથે નાતો જોડતા માંગે છે અને મને બુઆ કહે છે”.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાના નવા ઘરમાં શિફ્ટ થયેલા યુપીના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “કેટલાક લોકો રાજનૈતિક લાભ લેવા માટે પોતાનું નામ મારી સાથે જોડવા માંગે છે. એટલું જ સહરાનપુરમાં થયેલી જાતિય હિંસા મામલામાં આરોપી (રાવણ)ને પણ કર્યો છે, મારો તેઓ સાથે કોઈ લેડા દેવા નથી. આ એકમાત્ર ભાજપનો ગેમ પ્લાન છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મુલાયમ સિંહ યાદવના દીકરા અખિલેશ યાદવ માયાવતીને બુઆ કહીને બોલાવતા રહ્યા છે.

તેઓએ વધુમાં કહ્યું, “આગામી ચુંટણીમાં પાર્ટી ભાજપને રોકવા માટેનો તમામ પ્રયાસ કરશે”. જયારે મહાગઠબંધન અંગે બસપા સુપ્રીમોએ કહ્યું, “બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન ત્યારે થશે જયારે અમને સમ્માનજનક સીટો મળશે”.

માયાવતીએ SC/ST એક્ટ અંગે જણાવ્યું હતું કે, એસસી/એસટી એક્ટને લઇ બંધમાં શામેલ થયેલા લોકો પાર પણ હજી અત્યાચાર ચાલુ છે. તેઓને જુઠા મામલાઓમાં ફસાવવામાં આવી રહ્યા છે. જે સરકારી આતંક છે”.

પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, “તેઓ અને ભારતીય જનતા પાર્ટી જો અટલજી બતાવેલા રસ્તાઓ પાર ચાલ્યા હોત તો આજે દેશની આ પ્રકારની દશા ન થઇ હોત”.