Not Set/ PNB મહાગોટાળો: મેહુલ ચોકસીએ CBIની નોટિસનો આપ્યો જવાબ, સમાધાન ઈચ્છુ છુ

PNB કૌભાંડ પંજાબ નેશનલ બેંકના મહાગોટાળામાં સામેલ એવા મૂળ સૂત્રધાર ડાયમંડના વેપારી અને ઝવેરી નિરવ મોદીનું પંજાબ નેશનલ બેંકનો થોડક દિવસ પહેલા 12,672 કરોડ રૂપિયાના કૌભાંડનું પર્દાફાશ થયો હતો. આ મામલે પંજાબ નેશનલ બેંકના આરોપી મેહૂલ ચોકસીની 41 અચલ સંપતીઓને ઇડીએ જપ્તકરી હતી. આ સંપતિઓની કિંમત અંદાજે 1217 કરોડ રૂપિયા છે. PNB કૌભાંડના બે મુખ્ય આરોપીઓ નિરવ […]

Top Stories
thequint2F2018 022Fb450a116 3f34 40a7 9b88 ec823ee71a072F5c0655a8 40bf 41ac 9674 dd2ca8b767e4 PNB મહાગોટાળો: મેહુલ ચોકસીએ CBIની નોટિસનો આપ્યો જવાબ, સમાધાન ઈચ્છુ છુ

PNB કૌભાંડ

પંજાબ નેશનલ બેંકના મહાગોટાળામાં સામેલ એવા મૂળ સૂત્રધાર ડાયમંડના વેપારી અને ઝવેરી નિરવ મોદીનું પંજાબ નેશનલ બેંકનો થોડક દિવસ પહેલા 12,672 કરોડ રૂપિયાના કૌભાંડનું પર્દાફાશ થયો હતો. આ મામલે પંજાબ નેશનલ બેંકના આરોપી મેહૂલ ચોકસીની 41 અચલ સંપતીઓને ઇડીએ જપ્તકરી હતી. આ સંપતિઓની કિંમત અંદાજે 1217 કરોડ રૂપિયા છે.

PNB કૌભાંડના બે મુખ્ય આરોપીઓ નિરવ મોદી અને મેહૂલ ચોકસી જેમાંથી એક મેહુલ ચોકસીએ ફરી એકવખત CBI નોટિસનો જવાબ આપ્યો છે. મેહુલે મંગળવારે CBIને કહ્યું કે, “હું વિદેશમાં મારો બિઝનેસ સેટ કરવાના પ્રયાસો કરી રહ્યો છું. હું મામલાને સુલટાવવા માગુ છું પરંતુ ખોટાં આરોપોને કારણે ભારતમાં મારો બિઝનેસ બંધ કરવામાં આવી રહ્યો છે.”

મેહુલ ચોકસીની અલીબાગ, નાસિક, નાગપુર, પનવેલ વિલ્લુપુરમમાં 231 એકરના પથરાયેલી હાર્ડવેર પાર્ક પણ સામેલ છે. જેની સંપતીની કિંમત 500 કરોડ રૂપિયા બતાવામાં આવી રહી છે. પીએલએમએ અંતર્ગત જપ્ત કરાયેલ સંપતીઓમાં મુંબઈ સ્થિત 15 ફ્લેટ 17 ઓફિસ, કોલકતા સ્થિત શોપિંગ મોલ અને અલીબાગમાં ચાર એકર જમીન પર બની રહેલું ફાર્મહાઉસ પણ સામેલ છે.

જણાવી દઈએ કે મેહુલ ચોકસી અને તેમનો ભાણેજ નીરવ મોદી 12,672 કરોડના પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડનો મુખ્ય આરોપી છે. આ પહેલાં 9 માર્ચે ગીતાંજલિ ગ્રુપના માલિક મેહુલ ચોકસીએ  (CBI)ને 7 પાનાનો પત્ર લખ્યો હતો. જેમાં ચોકસીએ કહ્યું હતું કે ખરાબ હેલ્થ અને પાસપોર્ટ રદ કરવાને કારણે હવે ભારત પરત ફરવું શક્ય નથી. બીજી બાજુ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) આ આરોપીઓને પકડવા માટે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી છે