Not Set/ સુપ્રીમના આદેશ બાદ મુલાયમે ખાલી કર્યો સરકારી બંગલો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે સરકારી બંગલો ખાલી કરી દીધો છે. શુક્રવારે સરકારી બંગલો ખાલી કર્યા બાદ તેઓ વિવિઆઇપી ગેસ્ટ હાઉસ પહોચ્યા હતા. મુલાયમ સિંહ યાદવ વિવિઆઇપી ગેસ્ટ હાઉસના રૂમ નંબર ૧૦૨માં રોકાયા છે, તેથી અહીની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટના આદેશ પર સપા […]

India Trending Politics
Akhilesh mulayam સુપ્રીમના આદેશ બાદ મુલાયમે ખાલી કર્યો સરકારી બંગલો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે સરકારી બંગલો ખાલી કરી દીધો છે. શુક્રવારે સરકારી બંગલો ખાલી કર્યા બાદ તેઓ વિવિઆઇપી ગેસ્ટ હાઉસ પહોચ્યા હતા. મુલાયમ સિંહ યાદવ વિવિઆઇપી ગેસ્ટ હાઉસના રૂમ નંબર ૧૦૨માં રોકાયા છે, તેથી અહીની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટના આદેશ પર સપા પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે રાજ્ય સંપતિ વિભાગ તરફથી મોકલવામાં આવેલી નોટીસની અવધીમાંજ અખિલેશ અને મુલાયમ એમનો સરકારી બંગલો ખાલી કરી નાખશે. જણાવી દઈએ કે ૭ મે ના રોજ પૂર્વ મુખ્યમંત્રીઓને સુપ્રીમ કોર્ટે સરકારી નિવાસ ખાલી કરવાનો આદેશ આપતા કહ્યું હતું કે પદ પરથી હટી ગયા બાદ તેઓ સરકારી આવાસમાં રહેવાને લાયક રહેતા નથી.

ત્યારબાદ રાજ્ય સંપતિ વિભાગે ૬ પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલો ખાલી કરવા માટે નોટીસ આપી હતી. આ પૂર્વ મુખ્યમંત્રીઓમાં મુલાયમ સિંહ યાદવ, નારાયણદત તિવારી, કલ્યાણ સિંહ,માયાવતી, રાજનાથ સિંહ અને અખિલેશ યાદવ શામેલ છે.

જોકે પહેલા મુલાયમસિંહ યાદવ સુપ્રીમ કોર્ટ પણ ગયા હતા અને તેમણે વધતી ઉમરનું કારણ આપતા બંગલો ખાલી કરવા માટે ૨ વર્ષનો સમય માંગ્યો હતો, અને એ સમય દરમિયાન પોતાના માટે ઘરની વ્યવસ્થા કરવાની પણ વાત કરી હતી. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી  રાજનાથ સિંહ અને રાજ્યપાલ કલ્યાણ સિંહ પોતાના સરકારી બંગલો ખાલી કરી ચુક્યા છે.

મુલાયમ પહેલા અખિલેશ પણ આ બાબતે  કોર્ટમાં જઈ ચુક્યા છે. એમણે બંગલો ખાલી કરવો ના પડે એટલે બાળકોનું ભણવાનું અને સુરક્ષાનું બહાનું આગળ ધાર્યું હતું.