Not Set/ મુંબઇ: વિમાનની સીટ નીચેથી 4 કરોડ રૂપિયાનું સોનું પકડાયું

મુંબઇ મુબઈમાં વિમાનની સીટ નીચેથી 4 કરોડ રૂપિયાનુ સોનુ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.શનિવારે મુંબઇ એરપોર્ટ ખાતે ડીઆરઆઇની ટીમે એક મુસાફરની વિમાનની સીટ નીચેથી લગભગ 4 કરોડ રૂપિયાનુ સોનુ જપ્ત કર્યુ છે.ડીઆરઆઇએ આ સોનું લાવવા બદલ 3 મુસાફરોની અટકાયત કરી હતી. ત્રણેય આરોપીઓ એ ગુનો સ્વીકારી લીધો છે.આરોપી જણાવ્યુ કે સોનુ છુપાવવાના તે લોકોને પૈસા આપવામાં […]

India
UBS gold bars with mirrors મુંબઇ: વિમાનની સીટ નીચેથી 4 કરોડ રૂપિયાનું સોનું પકડાયું

મુંબઇ

મુબઈમાં વિમાનની સીટ નીચેથી 4 કરોડ રૂપિયાનુ સોનુ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.શનિવારે મુંબઇ એરપોર્ટ ખાતે ડીઆરઆઇની ટીમે એક મુસાફરની વિમાનની સીટ નીચેથી લગભગ 4 કરોડ રૂપિયાનુ સોનુ જપ્ત કર્યુ છે.ડીઆરઆઇએ આ સોનું લાવવા બદલ 3 મુસાફરોની અટકાયત કરી હતી. ત્રણેય આરોપીઓ એ ગુનો સ્વીકારી લીધો છે.આરોપી જણાવ્યુ કે સોનુ છુપાવવાના તે લોકોને પૈસા આપવામાં આવ્યા હતા.

ઇમરાન તાઝનીમ, ફરહાદ શેખ અને ધર્મેશ સોની નામના મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી.ધર્મેશનું કહેવું હતું કે દુબઇમાં કોઇ મહોમ્મદ નામના વ્યક્તિએ સોનું આપ્યું હતું અને તેને કહેવામાં આવ્યું હતું કે મુંબઇ એરપોર્ટ પરથી તેમની પાસેથી સોનું લઇ લેવામાં આવશે અને તેના બદલામાં તેને રૂપિયા મળશે.જો કે સોનું ડીલીવર થાય તે પહેલાં ડી આર આઈ તેની ધરપકડ કરી લીધી હતી એને સોનુ જપ્ત કરી લીઘુ હતુ.

આરોપીએ જણાવ્યુ હતુ કે સોનુ કોણ લઈ જવાનુ હતુ તેની ખબર તેને ન હતી. અધિકારીઓને શંકા છે કે સોનુ લઈ જનાર કોઈ વ્યકિત તે ફલાઈટમાં જ હતુ. આ વિમાન મુબઈ થી અમદાવાદ જવાનુ હતુ.ધર્મેશ સોની, ફરહાદ શેખ મુબંઈના રહેવાસી છે જયારે ઇમરાન તાઝનીમ દિલ્લીનો રહેવાસી છે.