Not Set/ અખિલેશની ઇચ્છા કૉંગ્રેસ સાથે ગઠબંધન માટે ડિંપલ બને ‘દૂત’

નવી દિલ્હીઃ એક તરફ સમાજવાદી પાર્ટીમાં બાપ-બેટા વચ્ચે યુદ્ધ ખેલાય રહ્યું છે તો બીજી તરફ યૂપીના રાજકારણમાં યાદવ પરિવારની વહુ મજબૂત વ્યક્તિ બનીને ઉભરી રહી છે. જોકે, હાલમાં આ વહુ 2014 માં લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં સપાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પોતાની શાંત ઇમેજના લીધે સમાચારમાં ઓછી આવે છે. પરંતુ પોતાના શાંત અને સોમ્ય સ્વભાવ […]

India
akhilesh yadav dimple અખિલેશની ઇચ્છા કૉંગ્રેસ સાથે ગઠબંધન માટે ડિંપલ બને 'દૂત'

નવી દિલ્હીઃ એક તરફ સમાજવાદી પાર્ટીમાં બાપ-બેટા વચ્ચે યુદ્ધ ખેલાય રહ્યું છે તો બીજી તરફ યૂપીના રાજકારણમાં યાદવ પરિવારની વહુ મજબૂત વ્યક્તિ બનીને ઉભરી રહી છે. જોકે, હાલમાં આ વહુ 2014 માં લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં સપાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પોતાની શાંત ઇમેજના લીધે સમાચારમાં ઓછી આવે છે. પરંતુ પોતાના શાંત અને સોમ્ય સ્વભાવ ઇમેજમાથી નિકળી આ નેતા યૂપીની ચૂંટણીના દંગલમાં બે દિગ્ગજોને જોડીને ચૂંટણી સમીકરણને ઉલેટફેર કરવા લાગેલી છે.

કનોજથી સાસંદ યૂપીના મુખ્યમંત્રીની પત્ની ડિંપલ યાદવ સંસદથી લઇને સાર્વજનીક મંચો પર ઓછી બોલતી નજર પડે છે. પરંતુ તે જ ઓછુ બલનાર વહુ કૉંગ્રેસ સાથે સંવાદ કરીને કૉંગ્રેસ અખિલેશનું ગઠબંધન કરાવવા માટે પ્રયંત્ન કરી રહી છે.

ડિંપલ, કૉંગ્રેસની પ્રિયંકા ગાંધીના સંપર્કમાં છે. અને તેની સાથે લગાતાર સંવાદ કરીને બંને વચ્ચે ચૂંટણીનુ તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરી રહી છે. અને હવે તો અખિલેશની ચૂંટણી પ્રચારની કમાન પણ ખૂદ તેણે પોતાના હાથમાં લઇ લીધી છે.