Not Set/ નિપાહ વાયરસ ઈફેક્ટ: સાઉદી અરબે કેરલની ચીજ-વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુક્યો

સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત અને કુવૈતે ઘાતક નિપાહ વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને કેરલમાંથી ફળો અને શાકભાજી સહિતની ચીજ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે.  સ્થાનિક તંત્રનુ માનવુ છે કે, નિપાહ વાયરસ મગજમાં ખતરનાક સોજાનુ કારણ બની શકે છે.  જેનાં લક્ષ્યણો પણ તાવ, ખાંસી, માથામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને મતિભ્રમ જેવા સામાન્ય હોય […]

World
fruit and vegetables નિપાહ વાયરસ ઈફેક્ટ: સાઉદી અરબે કેરલની ચીજ-વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુક્યો

સાઉદી અરબ,

સંયુક્ત આરબ અમીરાત અને કુવૈતે ઘાતક નિપાહ વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને કેરલમાંથી ફળો અને શાકભાજી સહિતની ચીજ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે.  સ્થાનિક તંત્રનુ માનવુ છે કે, નિપાહ વાયરસ મગજમાં ખતરનાક સોજાનુ કારણ બની શકે છે.  જેનાં લક્ષ્યણો પણ તાવ, ખાંસી, માથામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને મતિભ્રમ જેવા સામાન્ય હોય છે.  જેના કારણે ખાડી દેશો આ વાયરસ પોતાના દેશમાં ન પ્રવેશે તે માટે ખાસ તકેદારી રાખી રહ્યા છે.  જેનાં કારણે સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમિરાતે કેરલમાંથી આયાત થતા  ફળ,  શાકભાજી સહિતની તમામ ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.

સંયુક્ત આરબ અમીરાતના અધિકારીઓનુ કહેવુ છે, કે અમે કેરલમાંથી ૧૦૦ ટન ફળ અને શાકભાજી આયાત કરીએ છીએ.  જેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  ત્યાર બાદ કુવૈત અને બહરીને પણ આ પ્રતિબંધ મુકી દીધો છે.  યુએઈની સ્વાસ્થ્ય કંપની વીપીએસ હેલ્થકેરે કેરલ સરકારને નિપાહનો સામનો કરવા માટે વિશેષ વિમાન મારફતે ચિકિત્સા સામગ્રી મોકલી છે.  કેરલમાં અત્યાર સુધી આ વાઈરસના ૧૮ કેસ સામે આવ્યા છે.  તેમજ અત્યાર સુધી કેરલમાં આ વાયરસના કારણે ૧૬ લોકોના મોત થઈ ચુક્યા છે.  ભારતમાં એકમાત્ર કેરલમાં જ નિપાહ વાઈરસની અસર જાવા મળી છે.  જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિતના રાજ્યોએ તકેદારી રાખવાની શરૂ કરી દીધી છે.  આ માટે રાજ્ય સરકાર તરફથી માર્ગદર્શીકા પણ બહાર પાડવામાં આવી છે.