Not Set/ ઓપરેશન ઓલઆઉટ : J & Kના હંડવારા સેક્ટરમાં ૪ આતંકીઓ મરાયા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પાર આતંકવાદીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સેનાને વધુ એક મોટી સફળતા મળી છે. શુક્રવારે કુપવાડા જિલ્લાના હંડવારા વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચેની જૂથ અથડામણમાં ૪ આતંકીઓને ઠાર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની માંગ પર પવિત્ર રમઝાન મહિનામાં એન્કાઉન્ટર ન કરવાની માંગ કરી હતી, પરંતુ આ […]

India
DdjMyrlVMAESdXv ઓપરેશન ઓલઆઉટ : J & Kના હંડવારા સેક્ટરમાં ૪ આતંકીઓ મરાયા ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પાર આતંકવાદીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સેનાને વધુ એક મોટી સફળતા મળી છે. શુક્રવારે કુપવાડા જિલ્લાના હંડવારા વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચેની જૂથ અથડામણમાં ૪ આતંકીઓને ઠાર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની માંગ પર પવિત્ર રમઝાન મહિનામાં એન્કાઉન્ટર ન કરવાની માંગ કરી હતી, પરંતુ આ સીઝફાયર બાદ આર્મીનું આ પહેલું ઓપરેશન છે.

એક ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે હંડવારા વિસ્તારના હાફ્રુડા જંગલના વિસ્તારમાં સુરક્ષાબળો આતંકીઓ વચ્ચે આ જૂથ અથડામણ થઇ હતી અને જેમાં ૪ આતંકવાદીઓને ઠાર કરાયા છે.

મહત્વનું છે કે, આ પહેલા પવિત્ર માસ રમજાનમાં સુરક્ષાબળોને કોઈ ઓપરેશન હાથ ન ધરવા અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી, તે હવે મોદી સરકાર દ્વારા માની લેવામાં આવી હતી.

આ સીઝફાયર અંગે સરકાર દ્વારા રમજાન દરમિયાન સુરક્ષાબળોને કોઈ ઓપરેશન હાથ ન ધરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા પણ આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને આપી દેવામાં આવી હતી.

નિર્ણયમાં આ શરતો પણ છે

જો કે આ દરમિયાન કોઈ હુમલો થાય તો સામાન્ય નાગરિકોના જીવ બચાવવા માટે સુરક્ષાબળોને વળતો પ્રહાર કરવાનો અધિકાર રહેશે. આ સાથે જ સેનાનું સામાન્ય પેટ્રોલિંગ ચાલુ રહેશે. આ નિર્ણય એલઓસી પર લાગુ નહિ પડે.

આ નિર્ણય પાછળ સરકારની શું આશા છે?

સરકારે આશા વ્યક્ત કરી છે કે, અભિયાનમાં સહયોગ કરીશું જેના કારણે મુસ્લિમ ભાઈ-બહેનો કોઈ પણ તકલીફ વિના રમજાનની ઉજવણી કરી શકે. કેન્દ્ર સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે, એવા લોકોની ઓળખ કરવી જરૂરી છે કે જે હિંસા અને આતંકનો સહારો લઈને ઈસ્લામને ખરાબ ચીતરાવે છે.