Not Set/ ઓપરેશન ઓલઆઉટ : બડગામમાં એક આતંકી ઠાર, સેનાએ છેલ્લા ચાર દિવસમાં ૮ આતંકીઓને કર્યો ખાત્મો

જમ્મુ – કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટના ભાગરૂપે વધુ એકવાર ભારતીય સેના દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે. ત્યારે રવિવારે સવારે બડગામ જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. જયારે એક સ્થાનિક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. #JammuAndKashmir: One terrorist gunned down in an encounter […]

Top Stories
ghjjjt ઓપરેશન ઓલઆઉટ : બડગામમાં એક આતંકી ઠાર, સેનાએ છેલ્લા ચાર દિવસમાં ૮ આતંકીઓને કર્યો ખાત્મો

જમ્મુ – કાશ્મીર,

જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટના ભાગરૂપે વધુ એકવાર ભારતીય સેના દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે. ત્યારે રવિવારે સવારે બડગામ જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. જયારે એક સ્થાનિક વ્યક્તિ ઘાયલ પણ થયો છે.

ભારતીય સેનાના એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલા આતંકીનું નામ શફાઅત વાણી છે અને તે બારામૂલાના વગુરા વિસ્તારનો રહેવાસી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે આ ઠાર કરાયેલા આતંકીના બે સાથીઓ ભાગવામાં સફળ થયા છે. બીજી બાજુ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે થયેલા ક્રોસ ફાયરિંગમાં ૧૭ વર્ષીય એક છોકરી પણ ઘાયલ થઇ છે.

ઉલ્લેખનિય છે કે, કાશ્મીર ઘાટીમાં સેના અને સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન જ સેનાના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા હતા.

આ પહેલા પણ શનિવારે અનંતનાગમાં સુરક્ષાબળોના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. અનંતનાગ જિલાના ડુરુ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શુક્રવાર રાતથી જ અથડામણ ચાલી રહી હતી. આ દરમિયાન પણ આતંકીઓ પાસેથી મોટી માત્રમાં વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યાં હતા.

જયારે ભારતીય સેનાના જવાનોએ કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં ૫ આતંકીઓને ઠાર માર્યા હતા અને આ દરમિયાન પણ મોટી માત્રામાં વિસ્ફોટક સહિતનો અન્ય સમાન જપ્ત થયો હતો.

આ વર્ષે ૬૪ આતંકી ઘટનાઓ આવી સામે : ગૃહ મંત્રાલય

રાજ્યસભામાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી લેખિત જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં ૨૦૧૫માં ૨૦૮, ૨૦૧૬માં ૩૨૨, ૨૦૧૭માં ૩૪૨ અને ચાલુ વર્ષે ૨૦૧૮માં ૧૧ માર્ચ સુધી ૬૪ જેટલી આતંકી હિંસાની ઘટનાઓ સામે આવી છે.

ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ૨૦૧૫માં ૧૦૮, ૨૦૧૬માં ૧૫૦, ૨૦૧૭માં ૨૧૩ અને ચાલુ વર્ષે ૨૦૧૮માં ૧૧ માર્ચ સુધી ૨૦ આતંકવાદીઓને ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત ઠાર મારવામાં આવ્યા છે જયારે ૨૦૧૫માં ૩૯, ૨૦૧૬માં ૮૨, ૨૦૧૭માં ૮૦ અને ચાલુ વર્ષે ૨૦૧૮માં ૧૧ માર્ચ સુધી સેનાના ૧૫ જવાનો પણ જવાબી કાર્યવાહીમાં શહીદ થયા છે.