Not Set/ ઓડીશા : પાબૂક તોફાનનો મંડરાઈ રહ્યો છે ખતરો, માછીમારોને દરિયામાં ન જવાની અપાઈ સુચના

ઓડીશા પર પાબૂક તોફાનનો ભય મંડરાઈ રહ્યો છે. રાજ્યમાં કુલ સાત જીલ્લાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભગના જણાવ્યા પ્રમાણે દક્ષીણ ચીનથી ઉઠેલું આ ચક્રવાત અંદમાન-નિકોબાર થઈને ઓડીશા તરફ આગળ વધી રહ્યું છે. તોફાનને લઈને માછીમારોને આવનારા બે-ત્રણ દિવસો સુધી ઊંડા દરિયામાં જવાની ના પાડી દેવામાં આવી છે. રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગનું કહેવું છે […]

Top Stories India Trending
titli 19 1 ઓડીશા : પાબૂક તોફાનનો મંડરાઈ રહ્યો છે ખતરો, માછીમારોને દરિયામાં ન જવાની અપાઈ સુચના

ઓડીશા પર પાબૂક તોફાનનો ભય મંડરાઈ રહ્યો છે. રાજ્યમાં કુલ સાત જીલ્લાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભગના જણાવ્યા પ્રમાણે દક્ષીણ ચીનથી ઉઠેલું આ ચક્રવાત અંદમાન-નિકોબાર થઈને ઓડીશા તરફ આગળ વધી રહ્યું છે. તોફાનને લઈને માછીમારોને આવનારા બે-ત્રણ દિવસો સુધી ઊંડા દરિયામાં જવાની ના પાડી દેવામાં આવી છે.

રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગનું કહેવું છે કે ગુરુવાર એટલે કે ૩ જાન્યુઆરીના રોજ પાબૂક તોફાન અંદમાનથી આશરે ૧૦૦૦ કિલોમીટર દૂર હતું. તોફાન જોઇને એવું લાગે છે કે તે ૬ જાન્યુઆરીએ રાજ્યના તટ વિસ્તાર પર અથડાશે જેના લીધે ભારે વરસાદ પણ થઇ શકે છે. જો કે સમય જતા આ તોફાન ધીમું પડી જશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં તિતલી તોફાને ભારે તબાહી મચાવી દીધી હતી. આ તોફાનને લીધે આશરે ૫૭ લોકોના મૃત્યુ થયા હતા. રરાજ્યમાં કુલ ૨૨૦૦ કરોડની સંપત્તિનું નુકશાન થયું હતું.