Not Set/ પાકિસ્તાનનો કોઈ ધર્મ નથી, તેની હરકતોનો જડબાતોડ જવાબ આપવામાં આવશે : ગૃહરાજ્ય મંત્રી

શ્રીનગર, ભારત દ્વારા શાંતિનો સંદેશો આપ્યા બાદ પણ પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન દ્વારા બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે BSF દ્વારા પણ આ નાપાક. હરકતોનો જડબાતોડ જવાબ આપતા રવિવારે પાક.ના ઘણા બંકરો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાક.ના રેન્જર્સ દ્વારા સીઝફાયર માટે ગુહાર લગાવી રહ્યું હતું,  જો કે તેના બીજા જ દિવસે વધુ એક વાર […]

Top Stories India
230215 hansraj ahir 1 પાકિસ્તાનનો કોઈ ધર્મ નથી, તેની હરકતોનો જડબાતોડ જવાબ આપવામાં આવશે : ગૃહરાજ્ય મંત્રી

શ્રીનગર,

ભારત દ્વારા શાંતિનો સંદેશો આપ્યા બાદ પણ પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન દ્વારા બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે BSF દ્વારા પણ આ નાપાક. હરકતોનો જડબાતોડ જવાબ આપતા રવિવારે પાક.ના ઘણા બંકરો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાક.ના રેન્જર્સ દ્વારા સીઝફાયર માટે ગુહાર લગાવી રહ્યું હતું,  જો કે તેના બીજા જ દિવસે વધુ એક વાર પાકિસ્તાને પોતાનો રંગ બદલ્યો છે અને સાંબા તેમજ અરનિયા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

ત્યારે વારંવાર પાકિસ્તાન દ્વારા આ હરતકો અંગે ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ આ અંગે જણાવતા કહ્યું, “પાકિસ્તાનનો કોઈ ધર્મ નથી, જેથી આ હરકતો કરી રહ્યું છે”. સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરી છે અને અમારા દ્વારા તેઓની આ હરકતોનો સતત જવાબ આપતા રહીશું.

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, “પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ અમારા સુરક્ષાબળો તેઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને આગળ પણ આપતા રહેશે”. પાકિસ્તાનનો લડાઉં સ્વભાવ બની ગયો છે, જે તેઓની વિકૃત માનસિકતા છે. રમઝાનના પવિત્ર મહિનામાં પ્રધાનમંત્રી દ્વારા એક પહેલ કરવામાં આવી હતી. અમારા દ્વારા સારા કામો માટે પ્રોત્સાહિત કરતા આ પહેલા કરી હતી, પરંતુ પાકિસ્તાનનો કોઈ ધર્મ નથી.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “હવે સાબિત થઇ ગયું છે કે, અમારા નાગરિકો જમ્મુમાં કે કાશ્મીરમાં રહે છે પરંતુ તેઓ આ લોકોને શાંતિથી જીવે એ ઈચ્છતા નથી. જયારે કોઈ ધર્મ પર વિશ્વાસ છે તો તેને રમઝાનના પવિત્ર મહિનામાં આ કામ કરવું ન જોઈએ”.

મહત્વનું છે કે, પાકિસ્તાન દ્વારા રવિવાર મોડી રાતથી જ ફાયરીંગ શરુ કરી દેવામાં આવી હતી. પાક.ના રેન્જર્સ દ્વારા જમ્મુ અને સાંબા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સીમા પર સતત ગોળીબારી શરુ કરી દેવામાં આવી હતી. BSFના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ રવિવાર મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના અર્નિયા, રામગઢ અને ચામલિયાલમાં સુરક્ષાબળોની ચોકીઓ પર ગોળીબારી કરી હતી.