Not Set/ પાક. દ્વારા વધુ એક કરાયું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારમાં એક માસૂમ બાળકી સહિત ૨ના મોત

શ્રીનગર, પાકિસ્તાન દ્વારા રવિવારે બોર્ડર પાર કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘન બાદ વધુ એક પોતાની નાપાક હરકતો યથાવત રાખી છે. ત્યારે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા મંગળવારે પણ ગોળીબારી અને મોર્ટારનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. લાઈન ઓફ એચ્યુલ કંટ્રોલ (LOC)ના અરનિયા અને આરએસ પુરા સેક્ટરમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા કરાઈ રહેલા આ […]

Top Stories
loc પાક. દ્વારા વધુ એક કરાયું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારમાં એક માસૂમ બાળકી સહિત ૨ના મોત

શ્રીનગર,

પાકિસ્તાન દ્વારા રવિવારે બોર્ડર પાર કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘન બાદ વધુ એક પોતાની નાપાક હરકતો યથાવત રાખી છે. ત્યારે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા મંગળવારે પણ ગોળીબારી અને મોર્ટારનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. લાઈન ઓફ એચ્યુલ કંટ્રોલ (LOC)ના અરનિયા અને આરએસ પુરા સેક્ટરમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાન દ્વારા કરાઈ રહેલા આ ગોળીબારમાં LOC સાથે સંકળાયેલા અખનૂરના સેરી પલ્લી ગામમાં ૭ વર્ષની માસૂમ છોકરીને ગોળી વાગ્યા બાદ તેનું મોત નીપજ્યું છે, જયારે ૬ થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. જયારે સોમવારે કરાયેલા ફાયરીંગમાં ઘાયલ થયેલી એક મહિલાનું પણ મોત થયું છે.

પાકિસ્તાન રેન્જર્સ દ્વારા જમ્મુના હીરાનગર, પનસાર, મનયારી અને ચાન લાલ દિન વિસ્તારમાં જબરદસ્ત ફાયરીંગ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ BSF દ્વારા પણ આ હરકતોનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.

પાકિસ્તાનને આપવામાં આવશે જડબાતોડ જવાબ : રાજનાથ

પાક. દ્વારા કરાઈ રહેલા સતત ફાયરીંગ અંગે ગૃહમંત્રી રાજનાથ સિહે પણ વળતો જવાબ આપ્યો છે. તેઓએ આ અંગે જણાવતા કહ્યું, “પહેલા ફાયરીંગ BSF દ્વારા કરવામાં આવતું નથી, પરંતુ જવાનો જાણે છે કે તેઓને કેવી રીતે જવાબ આપવામાં આવે”.

તેઓએ વધુમાં કહ્યું,”ભારત સામે જે પણ આંખ ઉઠાવીને જોશે, તેઓને છોડવામાં આવશે નહીં.

રવિવાર મોડી રાતથી કરવામાં આવ્યું હતું ફાયરીંગ

પાકિસ્તાન દ્વારા રવિવાર મોડી રાતથી જ ફાયરીંગ શરુ કરી દેવામાં આવી હતી. પાક.ના રેન્જર્સ દ્વારા જમ્મુ અને સાંબા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સીમા પર સતત ગોળીબારી શરુ કરી દેવામાં આવી હતી. BSFના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ રવિવાર મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના અર્નિયા, રામગઢ અને ચામલિયાલમાં સુરક્ષાબળોની ચોકીઓ પર ગોળીબારી કરી હતી.

આ ફાયરીંગ બાદ અરનિયાના આજુબાજુના ૫ કિમી ક્ષેત્રની તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રમઝાનના પવિત્ર માસમાં ભારત તરફથી શાંતિના સંકેતો આપ્યા બાદ પણ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા તેની આતંક વિરોધી પ્રવૃતિ ચાલુ રાખતા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર ચાલુ થયો હતો. આ ગોળીબારમાં એક બીએસએફ જવાન સહિત ૫ ભારતીયોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ બીએસએફ દ્વારા પણ આ જવાબી ફાયરિંગ શરુ કરી દેવામાં આવ્યુ હતું અને તેઓની ચોકીઓ ધ્વસ્ત કરવામાં આવી છે.