શનિવારેજમ્મુ-કાશ્મીર પુંછ શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. પુંછથી મંડી જઈ રહેલી એક બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં આશરે ૨૭ લોકોના મોત થયા છે જયારે ૭ લોકો ગંભીર રીતેઘાયલ થયા છે.
રીપોર્ટના જણાવ્યા પ્રમાણે આ બસનો નંબર JK02W0445છે. બસનો ડ્રાઈવર બસ પર કાબુ ન રાખી શક્યો જેને લીધે બસ ખીણમાં પડી ગઈ હતી.
ઘટનાની જાણ થતા પોલસે ડેડબોડીને ખીણમાંથી બહાર નીકાળી છે. આ ઉપરાંત રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવાયેલા લોકોને સારવાર માટે મંડીની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ હાલ આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.