Not Set/ પીએમ મોદી ટ્વિટર પર બન્યા દુનિયાના બીજા નંબરના સૌથી પ્રભાવશાળી નેતા

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દુનિયાભરમાં એક વૈશ્વિક નેતા તરીકેની પોતાની છબી ઉભી કરી છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહેતા હોય છે, ત્યારે ગ્લોબલ લેવલે કરવામાં આવેલી એક સ્ટડીમાં પણ તેઓએ દુનિયાભરમાં એક પ્રભાવશાળી નેતા તરીકે બીજું સ્થાન હાંસલ કર્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ મુજબ દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતાઓની […]

India Trending
pm modi twitter 2487357 835x547 m પીએમ મોદી ટ્વિટર પર બન્યા દુનિયાના બીજા નંબરના સૌથી પ્રભાવશાળી નેતા

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દુનિયાભરમાં એક વૈશ્વિક નેતા તરીકેની પોતાની છબી ઉભી કરી છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહેતા હોય છે, ત્યારે ગ્લોબલ લેવલે કરવામાં આવેલી એક સ્ટડીમાં પણ તેઓએ દુનિયાભરમાં એક પ્રભાવશાળી નેતા તરીકે બીજું સ્થાન હાંસલ કર્યું છે.

માઈક્રોબ્લોગિંગ સાઈટ મુજબ દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ બીજા સ્થાને છે. પીએમ મોદીએ ટ્વિટર પર પોતાના એકાઉન્ટમાં ૪.૨ કરોડ ફોલોઅર્સ છે જયારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૫.૨ કરોડ ફોલોઅર્સ સાથે પ્રથમ ક્રમાંકે છે.

સુષ્મા સ્વરાજ બન્યા સૌથી વધુ ફોલો થનારા વિદેશ મંત્રી

Sushma Swaraj twitter 1 પીએમ મોદી ટ્વિટર પર બન્યા દુનિયાના બીજા નંબરના સૌથી પ્રભાવશાળી નેતા

બીજી બાજુ પીએમ મોદી ઉપરાંત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ ૧.૧ કરોડ ફોલોઅર્સ સાથે દુનિયામાં સૌથી વધુ ફોલો થનારા મહિલા નેતા છે સાથે સાથે દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિદેશ મંત્રી પણ છે.

ગ્લોબલ કોમ્યુનિકેશન એજન્સી BCWની વર્ષ ૨૦૧૮ની ટ્વિપ્લોમેસી સ્ટડીમાં આ જાણકારી આપી છે. આ સ્ટડીમાં દુનિયાના ૯૫૧ ટ્વિટર એકાઉન્ટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

કેવી રીતે કરવામાં આવી સ્ટડી

BCW દ્વારા આ સ્ટડી ક્રાઉડટેંગલ દોટ કોમના એગ્રીગેટ આંકડાઓના માધ્યમથી કરવામાં આવ્યું છે, જે એક કન્ટેન્ટ ડિસ્કવરી અને સોશિયલ મોનિટરરિંગ પ્લેટફોર્મ છે.

મહત્વનું છે કે, ગત ૨૦ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સમાં ખુબ વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઓકટોબર, ૨૦૧૭માં પોપ ફ્રાન્સિસને પાછળ છોડતા દુનિયાના સૌથી વધુ ફોલો કરવાવાળા ગ્લોબલ નેતા બન્યા હતા.