Not Set/ વન નેશન, વન ઇલેકશન મામલે પીએમ મોદીને આ સુપરસ્ટારનું મળ્યું સમર્થન

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં થતી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓના બદલે વન નેશન, વન ઇલેકશન મામલે અનેકવાર વિચારણા કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે પીએમ મોદીને સમર્થન આપ્યું છે. અભિનેતા રજનીકાંતે રવિવારે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં વન નેશન, વન ઇલેકશન અંગે પોતાનું સમર્થન કર્યું […]

Top Stories India Trending
rajnikant વન નેશન, વન ઇલેકશન મામલે પીએમ મોદીને આ સુપરસ્ટારનું મળ્યું સમર્થન

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં થતી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓના બદલે વન નેશન, વન ઇલેકશન મામલે અનેકવાર વિચારણા કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

અભિનેતા રજનીકાંતે રવિવારે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં વન નેશન, વન ઇલેકશન અંગે પોતાનું સમર્થન કર્યું હતું. તેઓએ કહ્યું, “વન નેશન, વન ઇલેકશનથી પૈસા અને સમય એમ બંનેની બચત થશે”.

જો કે સુપરસ્ટાર રજનીકાંતના આ સમર્થનનું તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષી દળ DMKએ વિરોધ કર્યો છે. ડીએમકે નેતા એ સરવને કહ્યું કે, “અમે આ ફોર્મુલાનો વિરોધ કરીએ છીએ. આ સંઘીય માળખાની વિરુધ છે. રજનીકાંતનો આ મિજાજ બતાવે છે કે, તેઓ કેન્દ્ર સરકારના સમર્થનમાં છે”

અત્રે ઉલ્લેખનિય છે કે, વન નેશન, વન ઇલેકશન હેઠળ લોકસભા અને વિધાનસભાની ચુંટણીઓ એક સાથે યોજવા અંગેનો આ એક પ્રસ્તાવ છે અને આ અંગે લો કમિશને દેશના રાજકીય પાર્ટીઓ પાસે પોતાના વિચાર રજુ કરવા કહ્યું હતું.

આ પહેલા કેન્દ્રમાં સત્તાધારી ભાજપ દ્વારા “વન નેશન વન ઇલેકશન”નો નરો આપીને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. જો કે આ ફોર્મુલા અંગે દેશની ૪ રાજકીય પાર્ટીઓએ પોતાનું સમર્થન આપ્યું છે જયારે અન્ય ૯ પાર્ટીઓ આ ફોર્મુલા વિરુધ છે. નોધનીય છે કે, દક્ષિણ ભારતના આ સુપરસ્ટારે ૨૦૨૦ની તમિલનાડુની વિધાનસભાની તમામ ૨૩૪ સીટો પર ચુંટણી લડવાનું એલાન કર્યું છે.