Not Set/ લોકતંત્ર મતદાનની સિસ્ટમ જ નથી, પરંતુ આત્મસંયમ અને પરસ્પર સન્માનના મૂલ્યો તેને હિતકારક બનાવે છે: પીએમ

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંબોધનમાં આજે જણાવ્યુ કે વૈશ્વિક વિમર્શમાં એશિયાઈ લોકતંત્રનુ યોગદાન તેમના આર્થિક અને રાજકીય દરજ્જાને વધારવા માટે જરૂરી છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મુક્યો હતો કે લોકતાંત્રિક મુલ્યોના મૂળ હિન્દુ અને બૌદ્ધ સંસ્કૃતિઓમાં સમાયેલા છે. તેમણે જણાવ્યુ હતું કે, લોકતંત્ર મતદાનની એક સિસ્ટમ જ નથી, પરંતુ આત્મસંયમ અને પરસ્પર […]

India World Trending
prime minister narendra modi 24feee26 8080 11e8 8bd0 affd130bd192 લોકતંત્ર મતદાનની સિસ્ટમ જ નથી, પરંતુ આત્મસંયમ અને પરસ્પર સન્માનના મૂલ્યો તેને હિતકારક બનાવે છે: પીએમ

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંબોધનમાં આજે જણાવ્યુ કે વૈશ્વિક વિમર્શમાં એશિયાઈ લોકતંત્રનુ યોગદાન તેમના આર્થિક અને રાજકીય દરજ્જાને વધારવા માટે જરૂરી છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મુક્યો હતો કે લોકતાંત્રિક મુલ્યોના મૂળ હિન્દુ અને બૌદ્ધ સંસ્કૃતિઓમાં સમાયેલા છે. તેમણે જણાવ્યુ હતું કે, લોકતંત્ર મતદાનની એક સિસ્ટમ જ નથી, પરંતુ આત્મસંયમ અને પરસ્પર સન્માનના તેના મૂળભૂત મૂલ્યો તેને બધા માટે હિતકારક બનાવે છે.

વડાપ્રધાન મોદીએ ટોકિયોમાં એશિયામાં સંયુક્ત મૂલ્ય અને લોકતંત્ર વિષય પર સંવાદ નામના પરિસંવાદ પ્રસંગે એક વીડિયો સંદેશમાં આ અંગેની ટિપ્પણી કરી હતી. જે તેમણે ટ્વીટર પર પણ પોસ્ટ કરી હતી. જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ આ કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે હઠાગ્રહ નહીં, પરંતુ ખુલ્લાપણુ, વિચારધારા નહીં પરંતુ દર્શન પર પરસ્પર સંવાદ લોકતાંત્રિક ભાવનાને આપણી સંયુક્ત ધરોહર સાથે જાડે છે. એશિયાના બે સૌથી જુના ધર્મ  હિન્દુત્વ અને બૌદ્ધ ધર્મમાં સંવાદની આ દાર્શનિક અને સાંસ્કૃતિક ધરોહર આપણને વધુ સારી સમજ આપવામાં મદદ કરે છે.

pm modi 625x300 1527830307194 e1530865419998 લોકતંત્ર મતદાનની સિસ્ટમ જ નથી, પરંતુ આત્મસંયમ અને પરસ્પર સન્માનના મૂલ્યો તેને હિતકારક બનાવે છે: પીએમ

તેમણે જણાવ્યુ હતું કે પરસ્પર સમાયોજન અને સન્માનથી લોકતંત્રને મદદ મળે છે. આ મૂલ્યોએ એશિયામાં લોકતંત્રની સંસ્કૃતિનુ જતન કર્યુ છે. બીજા માટે સન્માન સહિત એશિયાના મૂળભૂત મૂલ્યોના ઐતિહાસિક મૂળ 2300 વર્ષ પહેલાની સમ્રાટ અશોકની આજ્ઞાઓમાં જાવા મળે છે. પ્રધાનમંત્રી આગળ જણાવ્યું હતું કે તામીલનાડુના ઐતિહાસિક પુરાવાઓ પરથી માલુમ પડે છે કે ભારતમાં 10મી સદીથી મતદાન અને ચુંટણીની સીસ્ટમ પ્રચલિત છે.